32 વર્ષથી અઠ્ઠઈ તપ કરનારાં તપ પ્રભાવિકા સુશ્રાવિકા દર્શનાબેન દેવલોક પામ્યાં
અમદાવાદઃ જૈન સમાજમાં આર્યન લેડી તરીકે ઓળખાતા દર્શનાબેન શાહ દેવલોક પામ્યાં છે. તેમણે વર્ષોથી સુધી શેત્રુંજ્ય માટે અઠ્ઠઈ તપ કર્યાં છે. દર્શનાબેનના નિધનને પગલે જૈન સમાજમાં શોક ફેલાયો છે. તેમજ મહાનુભાવોએ તેમના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
જૈન ધર્મમાં સંવેદશિખરજી તીર્થની રક્ષા માટે છેલ્લા 32 વર્ષથી અઠ્ઠઈનો તપ કરનારાં તપ પ્રભાવિકા સુશ્રાવિકા દર્શનાબેન શાહ (ઉંમર-76) આરાધના કરતાં કરતાં દેવલોક પામ્યાં છે. તેઓ મૂળ વતની રાજનગરના માણેકબાગમાં આવેલા આંબાવાડી જૈન સંઘ હતાં. તેમને જૈન સમાજમાં ‘આર્યન લેડી’ તરીકે ઓળખવામાં આવતાં હતાં. આદ્યગચ્છસ્થાપક પ.પૂ.મુનિપ્રવરશ્રી મોહજિતવિજયજી મ.સા. (મોટા પંડિત મહારાજા) તથા તેઓનાં પટ્ટધર પ.પૂ.ગચ્છાધિપતિશ્રી આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ.સા. (પંડિત મહારાજા)ની પાવન પ્રેરણાથી તેઓ સમેતશિખર તીર્થ રક્ષા માટે અઠ્ઠમનાં તપ કરતાં હતાં. કોર્ટમાં કેસની સુનાવણીના દિવસો દરમિયાન અઠ્ઠમનાં પારણે આયંબીલ ઉપર રહેતાં હતાં. 2778માં અઠ્ઠમ તપની આરાધના કરતાં અમદાવાદમાં તીર્થરક્ષાની ભાવના ભાવતા સમાધિમય અવસ્થામાં તેઓનું દેવલોકગમન થયું છે. શ્રી આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ખાતે ગુરુવારે સવારે 11 વાગ્યાથી તપસ્વીરત્નાનાં પાર્થિવ દેહનાં દર્શન યોજાયાં હતાં.