હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં જન્મ-મરણના પ્રમાણપત્રમાં અટક નામના અંતમાં જ આવશે

06:08 PM Jan 24, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ જન્મ અને મરણના પ્રમાણપત્રમાં નામની પહેલા અટક લખવી કે નામની છેલ્લી અટક લખવી તે અંગે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. અને લોકો કહે તે પ્રમાણે જન્મ-મરણના દાખલા કાઢી આપવામાં આવતા હોવાથી એક સૂત્રતા જળવાતી નહોતી. બીજાબાજુ આધારકાર્ડ માટે પણ સંપૂર્ણ નામના આગ્રહ સાથે જન્મના પ્રમાણપત્રના ફોર્મેટમાં સુધારા થયા હતા. ત્યારે હવે સમગ્ર ગુજરાત રાજ્યમાં જન્મ અને મરણ નોંધણીમાં નામમાં એક સરખી પેટર્ન જળવાઈ રહે તે માટે હવે જન્મ અને મરણના પ્રમાણપત્રમાં અટક છેલ્લે આવશે. આ અંગેનો પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ જન્મ અને મરણના પ્રમાણપત્ર અનેક જગ્યાએ અગત્યના દસ્તાવેજ પુરવાર થાય છે. અને ભૂતકાળમાં નામમાં છેડછાડ કરી ગુનાહિત પ્રવૃત્તિઓ પણ આચરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતું. તદુપરાંત આધાર કાર્ડ સહિતના અન્ય દસ્તાવેજી પુરાવામાં જે નામ હોય તે મુજબના જન્મ અને મરણના પ્રમાણપત્રમાં સુધારાઓ પણ થઈ શકતા હતા. નવા આધારકાર્ડ માટે ફરજિયાત બાળક, તેના પિતા અને દાદાના નામ સાથેનું પ્રમાણપત્ર જરૂરી બન્યું છે.

મ્યુનિ. કોર્પોરેશનમાં જન્મના પ્રમાણપત્રના ફોર્મેટમાં પણ સુધારો કરી છેલ્લા ઘણા સમયથી બાળકના સંપૂર્ણ નામ સાથેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે અને જન્મના પ્રમાણપત્રમાં સુધારો પણ કરી અપાય છે. તેથી જન્મના નામમાં સુધારો કરવા તેમજ આખા નામ કરવા માટે રોજની અનેક અરજીઓ આવતી હોય છે. ત્યારે હવે રાજ્યના નાયબ મુખ્ય રજીસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડી જન્મ મરણ નોંધણીના પ્રમાણપત્રમાં અટક અંતમાં લખવા જણાવાયું છે. જન્મના પ્રમાણપત્રમાં ફસ્ટ નેમમાં બાળકનું નામ, મીડલ નેમમાં બાળકના પિતાનું નામ અને લાસ્ટ નેમમાં અટક. તેવી જ રીતે બાળકના પિતાનું નામ, બાળકના પિતાના પિતાનું નામ અને અટક તેમજ બાળકના માતાના નામમાં પણ માતાનું નામ ત્યારબાદ બાળકના માતાના પિતા અથવા પતિનું નામ અને ત્યારબાદ અટક આવશે.મૃત્યુના પ્રમાણપત્રમાં પણ મૃતકનું નામ, મૃતકના પિતા અથવા પતિનું નામ તેમજ અંતમાં અટક પ્રસિદ્ધ કરવામાં આવશે.

Advertisement

સૂત્રોના કહેવા મુજબ શાળામાં વિદ્યાર્થીઓના આઈ. ડી. અપડેટ અને નવા કરાવવાની પ્રકિયામાં પણ બાળક તેના પિતા અને માતાના આધારકાર્ડમાં નામને લઈ મુશ્કેલી પડે છે. ઘણા કિસ્સાઓમાં આધાર કાર્ડ અને શાળામાં નામ અને અટક આગળ પાછળ હોય છે જેથી પણ લિંક કરવામાં અડચણ પડે છે. ત્યારે હવે બાળક તેના પિતાનું નામ અને અંતમાં અટકનું ફોર્મેટ સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. તેમાં પણ અગાઉના જન્મ તારીખના દાખલમાં બાળકના નામ સાથે અટક રાખવામાં આવતી ન હતી અને લિવિંગ સર્ટીમાં અટક આગળ હોવાથી હવે નવું જન્મનું પ્રમાણપત્ર લેવા જાય તેમાં નવા ફોર્મેટ મુજબ દાખલો આપે કે, લીવીંગ સર્ટી મુજબ પ્રમાણપત્ર આપે તે અવઢવ છે.(file photo)

Advertisement
Tags :
Aajna SamacharBirth-death certificateBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharsurname endingTaja Samacharviral news
Advertisement
Next Article