For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનએ નવો લોગો જાહેર કરી સુચનો મંગાવ્યા

06:04 PM Jan 29, 2025 IST | revoi editor
સુરેન્દ્રનગર મ્યુનિ કોર્પોરેશનએ નવો લોગો જાહેર કરી સુચનો મંગાવ્યા
Advertisement
  • સૂચિત લોગોમાં હવા મહેલ, અજરામર ટાવર, યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ સૂત્રને સ્થાન અપાયું,
  • વઢવાણ સ્ટેટ જે રજવાડાના સમયે સમયે વર્ધમાન પૂરી નામથી ઓળખાતું હતું,

 સુરેન્દ્રનગરઃ શહેરની સુરેન્દ્રનગર, વઢવાણ અને દૂધરેજ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતા સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશનમાં નવી કમિશનરે ચાર્જ સંભાળી લીધો છે. અને મ્યુનિ.કોર્પોરેશને નવો લોગો જાહેર કરીને લોકો પાસે સુચનો માગ્યા છે. સૂચિત લોગોમાં યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ સૂત્રને સ્થાન આપવામાં આવ્યું છે. સંયુક્ત પાલિકાને મહાનગર પાલિકા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાય બાદ કમિશનર, નાયબ કમિશનર સહિત અધિકારીઓની નિમણૂક બાદ ટીમની રચના સાથે મહાનગર પાલિકાના લાભો અપાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે દ્વારા લોકોને શહેરના વિકાસમાં ભાગીદાર બનવા માટે તેમના સૂચનો મગાવવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં સોશિયલ મીડિયા થકી લોકોને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા લોગો બનાવવા લોકો પાસેથી સૂચનો મગાવવામાં આવ્યા છે. જેમાં હાલ નવા સૂચિત લોગોમાં હવા મહેલ, અજરામર ટાવર, તથા વઢવાણના સૂત્ર યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ સૂત્રને સ્થાન આપવામાં આવ્યું છે. આથી જે લોકો પોતાના સૂચનો આપવા માગતા હોય તેમને આવનાર 5 દિવસોમાં સૂચનો મોકલવા જણાવવામાં આવ્યું છે.

સૂત્રોના કહેવા મુજબ વઢવાણ સ્ટેટ જે રજવાડાના સમયે સમયે વર્ધમાન પૂરી નામથી ઓળખાતું હતું. એ વખતના રાજવી દ્વારા વર્ધમાનનગર માટે યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ સૂત્ર અપનાવાયું હતું. વર્ધમાન પૂરી ગામનું સૂત્ર યશરૂપી વર્ધમાન પૂરી સતત વધતું રહે અને વિકાસ થતો રહે તે અર્થ થાય છે. જે વઢવાણના મુખ્ય દરવાજે આજે પણ અંકીત કરેલું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement