For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લો કપાસના વાવેતરમાં મોખરે, 3.66 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર

03:43 PM Aug 03, 2025 IST | Vinayak Barot
સુરેન્દ્રનગર જિલ્લો કપાસના વાવેતરમાં મોખરે  3 66 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર
Advertisement
  • કપાસમાં ચુસિયા, મગફળીમાં સુકારાના રોગનો ઉપદ્રવ,
  • જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 5,07,250 કુલ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયુ,
  • નર્મદાના નીરથી સંચાઈનો લાભ મળતા કપાસના વાવેતરમાં વધારો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં સિંચાઈ માટે નર્મદા યોજનાનો લાભ મળ્યા બાદ કપાસના વાવેતરમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 5,07,250 કુલ હેકટરમાં ખરીફ વાવેતર થયુ છે. જેમાં ખેડૂતોએ સૌથી વધુ 3,66,919 હેક્ટરમાં કપાસ અને 39,706 હેક્ટરમાં મગફળી વાવેતર કર્યુ છે. કપાસના વાવેતરમાં સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યભરમાં મોખરે છે. ખેડૂતો કપાસના સારા પાકની આશા રાખી રહ્યા છે. ત્યારે હાલ કપાસમાં ચુસિયા જીવાતો અને મગફળીમાં કોહવારો, સુકારો, પાનનાં ટપકાનો રોગ, મુળનો સડો રોગ ચાળાનો ઉપદ્રવ વધી રહ્યો છે. તેથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષ ચોમાસુ સીઝનની ધમાકેદાર શરૂઆત થઇ હતી.બાદમાં ધીમે ધીમે વરસાદ સતત થતો રહ્યો છે. અત્યાર સુધીમાં 3825 મીમી એટલે સીઝનનો 64.07 ટકા વરસાદ થઇ ગયો છે.ત્યારે ખેડૂતોએ આ વર્ષ સારા વરસાદની આશાએ જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 5,07,250 કુલ હેકટરમાં વાવેતર થયુ છે. જેમાં સૌથી વધુ 3,66,919 હેક્ટરમાં કપાસ અને 39,706 હેક્ટરમાં મગફળી વાવેતર કર્યુ છે.પરંતુ સતત વાદળછાયુ વાતાવરણ અને વરસાદી માહોલ રહેવા સાથે હાલ પાકને અસર થઇ રહી છે. ત્યારે કપાસમાં ચુસિયા જીવાતો અને મગફળીમાં કોહવારો, સુકારો, પાનનાં ટપકાનો રોગ, મુળનો સડો રોગ ચાળાનો ઉપદ્રવ વધી રહ્યો છે.

આથી ખેડૂતોને મોઢે આવેલા કોળીયો ઝુટવાઇ જવાનો ભય ફેલાયો છે.આથી જિલ્લા ખેતી વાડી અધિકારી એમ આર પરમારે રોગ નિયંત્રણ માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ દવાનો છંટકાવ કરવા સહિત પાક રોગ નિયંત્રણ પગલા લેવા જણાવાયુ છે. હાલ પાકમાં જો રોગચાળો જણાય તો આંતરખેડ કરવી જોઇએ તથા નીંદામણ દૂર કરવી જોઇએ સાથે પાકને અસર અટકાવવા પુર્તી ખાતર યુરીયા તથા નાઇટ્રોજન યુક્ત ખાતર આપવાથી રોગચાળાની અસર ઘટાડી શકાય છે.

Advertisement

જિલ્લાના ખેતીવાડી વિભાગના અધિકારીઓના કહેવા મુજબ કપાસના પાકમાં રોગચાળા સામે ખેડૂતોએ જરૂરી પગલાં લેવા જોઈએ.શેઢાપાળા ઉપર નિંદામણો ઉખાડીને નાશ કરવો મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા)ની ૨ થી ૩ દિવસની ઇયળો હેકટરે 10,000ની સંખ્યામાં 15 દિવસના ગાળે બે વખત છોડવી. લીમડાનાં મીંજનું 5%નું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતીનો ઉપયોગ કરવો. મોલો મશી, સફેદમાખીની મોજણી અને નિયંત્રણ માટે પીળા ચીકણાં પિંજરનો ઉપયોગ કરવો.વર્ટીસીલીયમ લેકાની અથવા બુવેરીયા બાસીયા છંટકાવ કરવો જોઈએ.

Advertisement
Tags :
Advertisement