અમેરિકાએ લાદેલા 26 ટકા ટેરિફને લીધે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને અસર થશે
- વર્ષ 2024માં અમેરિકા અને ભારત વચ્ચે કુલ 2 બિલિયન ડોલરનો વેપાર થયો હતો.,
- અમેરિકાના માલની ભારતમાં આયાત 8 બિલિયન ડોલરની હતી
- યુ.એસ.માં ભારતથી 4 બિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું.
સુરતઃ અમેરિકાએ ભારત સહિતના દેશો પર ટેરિફ લગાવતા ભારતથી નિકાસ કરાતી ચિજ-વસ્તુઓના ઉત્પાદન પર અસર પડશે. જેમાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને પણ અસર પડશે, ટેક્સટાઈલ ઉદ્યોગ દ્વારા યુએસએમાં $ 9.6 બિલિયનની નિકાસ કરવામાં આવે છે. જોકે અમેરિકાએ લગાવેલા ટેરિફથી કેટલી અસર થશે તે અંગે ઉદ્યાગકારોમાં મતમતાંતરો જોવા મળી રહ્યા છે.કેટલાક ઉદ્યોગકારોનું માનવું છે કે, ટેરિફથી ભારતની નિકાસમાં $2 બિલિયનથી $7 બિલિયન સુધીનું નુકસાન થઈ શકે છે
અમેરિકા દ્વારા લગાવવાં આવેલા ટેરિફ મામલે સુરત કાપડ ઉદ્યોગપતિઓની પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકા ટેરિફ લાગુ કરવાથી ટેક્સટાઇલ ઉદ્યોગને અસર થશે. જો કે આ મામલે ભીન્ન મતમતાંતરો જોવા મળી રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે વર્તમાન વેપાર વર્ષ 2024માં અમેરિકા અને ભારત વચ્ચે કુલ 129.2 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. આમાંથી યુ.એસ.ના માલની ભારતમાં આયાત 41.8 બિલિયન ડોલરની હતી, જ્યારે યુ.એસ.માં ભારતથી 87.4 બિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું. આથી યુ.એસ. માટે 41.8 બિલિયન ડોલરનો વેપાર ચિંતાનો મુદ્દો હતો.
અન્ય એક એક્સપોર્ટરના કહેવા મુજબ ટેક્સટાઇલ્સમાં $9.6 બિલિયનની નિકાસ થાય છે, ખાસ કરીને કાર્પેટ (58% અમેરિકા જાય છે). જ્યારે ઇલેકટ્રોનિક્સમાં $14 બિલિયન છે એમાં માંગ ઘટવાની શક્યતા છે, તેમજ રત્ન અને આભૂષણોમાં $ 9.6 બિલિયન છે જે ખાસ કરીને ગુજરાતનું હીરા બજારને અસર કરશે. બાંગ્લાદેશ કોલંબિયા મોરક્કો વિયેતનામમાં સુરતથી કાપડ જાય છે. અને આ દેશોમાં પહેલા ઝીરો ટકા ટેરિફ હતું. આ દેશોમાં ટેરિફ લાગ્યું છે, તેની અસર સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળશે. પરંતુ મેક ઈન ઈન્ડિયાથી ભારત દેશ આગળ વધશે. અમેરિકામાં એક્સપોર્ટ ઈમ્પોર્ટ પર અસર થશે. અમેરિકા ટેરિફ લાગુ કરવાથી ટેક્સટાઇલ ઉદ્યોગને અસર થશે.
મેરિકાના ટેરિફનો હેતુ વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) ને ઘટાડવાનો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. ભારત પર આની અસર નોંધપાત્ર રહેશે, કારણ કે અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. આ ટેરિફથી ભારતની નિકાસમાં $2 બિલિયનથી $7 બિલિયન સુધીનું નુકસાન થઈ શકે છે, જેનાથી ભારતના GDP વૃદ્ધિ દરમાં 5-10 બેસિસ પોઈન્ટ નો ઘટાડો થઈ શકે છે. આ રેસિપ્રોકલ ટેરિફ અંગેના આદેશ અનુસાર, આ ટેરિફ યુએસ તરફથી વેપાર સંતુલનને જાળવવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન નહીં થાય ત્યાં સુધી લાગુ રહેશે.
આ બાબત ભારતને અમેરિકા સાથે વધુ અનુકુળ વેપાર કરાર પર ચર્ચા કરવાનો અવસર આપે છે. જે આ નવા ટેરિફના પ્રભાવને અટકાવી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે વર્તમાન વેપાર વર્ષ 2024માં અમેરિકા અને ભારત વચ્ચે કુલ 129.2 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. આમાંથી યુ.એસ.ના માલની ભારતમાં આયાત 41.8 બિલિયન ડોલરની હતી, જ્યારે યુ.એસ.માં ભારતથી 87.4 બિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું. આથી યુ.એસ. માટે 41.8 બિલિયન ડોલરનો વેપાર ચિંતાનો મુદ્દો હતો.