હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સોશિયલ મિડિયામાં રીલ બનાવીને સીન સપાટા કરનારા સામે સુરત પોલીસની કાર્યવાહી

06:12 PM Apr 04, 2025 IST | revoi editor
Advertisement

સુરતઃ આજકાલ સોશિયલ  મિડિયામાં કેટલાક લોકો અવનવી રિલ મુકીને રોલો પાડતા હોય છે. જેમાં કેટલાક સીનસપાટા કરતા હોય છે. સુરત પોલીસે આવા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે ભાઈગીરી અને ડોન જેવી છાપ ઊભી કરવા માટે રીલ બનાવતા હોય છે. આવા લોકોને આઈડેન્ટિફાઈ કરીને ક્રાઈમ બ્રાન્ચે બોલાવીને સીનસપાટા બંધ કરી દેવા કડક સૂચના આપી હતી. જેથી 300થી વધુ અસામાજિક તત્વોએ ક્રાઈમ બ્રાન્ચની હાજરીમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરમેનેન્ટ ડીલીટ કરી દીધું છે.

Advertisement

શહેરમાં પોલીસે 2,036 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી છે, જેમાં ઘણાં એવા તત્વો પણ છે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને સાથે સાથે સોશિયલ મિડિયામાં ભાઈગીરી કરતી રિલ મુકતા હોય છે. ત્યારે આવા લોકો સામે શહેર ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં એવા લોકો, જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતાની છાપ માથાભારે બતાવવા માટે સોશિયલ મીડિયા હેન્ડલ પર ભાઈગીરી, દાદાગીરી અને ગુંડાગર્દી દર્શાવતી રીલ મૂકી પોતાને ડોન હોય તેવી છબી ઊભી કરી રહ્યા હતા, એમનું પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.  એક-એક કરીને આવા તમામ અસામાજિક તત્વો અને માથાભારે ઈસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચે બોલાવ્યા હતા. તેમને સમજાવવામાં આવ્યું કે તેઓ રીલમાં ભાઈગીરીની ગતિવિધિ છોડી દે અને પોતાનું એકાઉન્ટ ડીલીટ કરી દે. આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચના એક્શન બાદ રીલમાં ભાઈગીરી કરનાર 300થી વધુ ઈસમોએ ક્રાઈમ બ્રાન્ચની અંદર જ પોતાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોતાનું એકાઉન્ટ પરમેનેન્ટ ડીલીટ કરી દીધું હતુ. ‘ગોલ્ડન કિંગ’ સહિત અનેક એવા ઈસમો હતા, જેઓ સોશિયલ મીડિયા પર પોતાની છબી ‘શહેરના મોટાભાઈ’ તરીકે બનાવી રહ્યા હતા. તેમના પર મારામારી જેવી વિવિધ ફરિયાદો પણ નોંધાઈ હતી. આ લોકો એક બાજુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા, તો બીજી બાજુ ફોલોઅર્સ વધારવા અને સમાજમાં ‘ભાઈ’ તરીકેની છબી બનાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હતા. રીલ માધ્યમથી તેઓ દર્શાવવા માંગતા હતા કે તેઓ શહેરના મોટા ડોન છે, જેને કારણે સુરત પોલીસે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે,“ડીજીપીના આદેશ બાદ અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન, જે લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાને ‘ભાઈ’ તરીકે દર્શાવતા હતા અને રીલ મૂકતા હતા, તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેઓને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવીને સમજાવવામાં આવ્યું હતું. પોલીસના સમજાવ્યા બાદ, તેઓએ પોલીસની જ હાજરીમાં પોતાનું એકાઉન્ટ પરમેનેન્ટ ડીલીટ કર્યું છે. પોલીસની હાજરીમાં આવા 300 જેટલા લોકોએ પરમેનેન્ટ એકાઉન્ટ ડીલીટ કર્યા છે.”

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSmaking a reel of the sceneMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharsocial mediaSurat Police takes actionTaja Samacharviral news
Advertisement
Next Article