For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરત મ્યુનિ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સના 2390 કરોડના ટાર્ગેટ સામે 1283 કરોડની વસુલાત કરી

05:13 PM Dec 31, 2024 IST | revoi editor
સુરત મ્યુનિ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સના 2390 કરોડના ટાર્ગેટ સામે 1283 કરોડની વસુલાત કરી
Advertisement
  • શહેરના વરાછા એ ઝોન વસુલાતમાં મોખરે
  • બાકી મિલકતદારો સામે કડક પગલાં લેવાશે
  • પ્રોપર્ટી ટેક્સની આવક વધારવા મ્યુનિ. દ્વારા કરાતા પ્રયાસો

સુરતઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનનો આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. શહેરની વસતી સાથે વિસ્તાર વધતાં મ્યુનિને પ્રોપર્ટી ટેક્સની આવકમાં પણ વધારો થયો છે. જો કે સામે ખર્ચમાં પણ અનેકગણો વધારો થયો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે 2390 કરોડનો ટાર્ગેટ અપાયો હતો. હવે નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં ત્રણ મહિના જોટલો જ સમય બાકી રહ્યો છે. ત્યારે  2390 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધી 1283 કરોડ (53.70 ટકા) રકમ વસૂલ થઈ શકી છે. આથી હવે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બાકી મિલકતદારો સામે વધુ આક્રમક પગલાં લેવાશે.

Advertisement

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વધુ બાકી હોય એવા મિલકતધારકો સામે શો-કોઝ નોટિસ આપ્યા બાદ પણ ઘણા કેસમાં ટેક્સની રિકવરી ન થતાં હવે સિલિંગ ઝબેશ ઙાથ દરવામાં આવશે. મ્યુનિ. દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ટેક્સ રિકવરી ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરના 10 ઝોનમાં મિલકત વેરા વસૂલાતની કામગીરીમાં વરાછા એ-ઝોન 58.32 ટકા સાથે અગ્રેસર રહ્યો છે.  જ્યારે સેન્ટ્રલ ઝોન 39.36 ટકા સાથે તળીયે છે. ઓકટ્રોય નાબૂદી બાદ, મિલકત વેરો સુરત મ્યુનિ. કોર્પોરેશનનો આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે, જેથી રિવાઈઝ આકારણી જેવી વિવિધ કામગીરીથી આવક વધારવામાં આવી રહી છે.

સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી મિલકતદારો પર વધુ સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. રિવાઈઝ આકારણી અને કડક વહીવટી પ્રક્રિયા અમલમાં છે. જેથી નાણાકીય વર્ષના અંત સુધીમાં લક્ષ્યાંક સુધી પહોંચવામાં સહાય થાય. મ્યુનિના આ વેરા વસૂલાત અભિયાનથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા માટે જરૂરી ફંડ ઉપલબ્ધ થવા સાથે તમામ ઝોનમાં આવક વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement