હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

UMEED પોર્ટલ પર વકફ સંપત્તિ રજીસ્ટ્રેશનની સમયમર્યાદા વધારવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

04:10 PM Dec 01, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે UMEED (Unified Waqf Management, Empowerment, Efficiency and Development) પોર્ટલ પર વકફ સંપત્તિઓના રજીસ્ટ્રેશન અને ડેટા અપલોડ કરવાની સમયમર્યાદા વધારવાની માંગને નામંજૂર કરી દીધી છે. હાલની સમયમર્યાદા 6 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી છે. સોમવાર, 1 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, તે આ મામલે કોઈ આદેશ નહીં આપે અને જેમને રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી પડે છે તેઓએ સ્થાનિક વકફ ટ્રિબ્યુનલમાં અરજી કરવી જોઈએ, કારણ કે કાયદો ટ્રિબ્યુનલને સમય લંબાવવાની સત્તા આપે છે.

Advertisement

કેન્દ્ર સરકારે 6 જૂનના રોજ મુસ્લિમ વકફ સંપત્તિઓના વ્યવસ્થાપનમાં પારદર્શિતા લાવવા માટે UMEED પોર્ટલ શરૂ કર્યો હતો. દેશભરની તમામ વકફ સંપત્તિઓનો ડિજિટલ રેકોર્ડ તૈયાર કરવાનો હેતુ છે. 'વકફ બાય યુઝર' સહિત સમસ્ત રજીસ્ટર્ડ વકફ સંપત્તિઓની વિગતો 6 મહિનામાં અપલોડ કરવી ફરજિયાત રાખવામાં આવી છે. સમયમર્યાદા વધારવાની માંગને લઈને AIMPLB, AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી અને અન્ય અનેક પક્ષોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

વકીલ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને એમ. આર. શમશાદે દલીલ કરી કે, દેશભરમાં લાખો વકફ સંપત્તિઓ છે, ગ્રામ્ય વિસ્તારોમાં તકનિકી મુશ્કેલીઓ છે, અનેક મૂતવલ્લીઓ હવે જીવતા નથી, આવી સ્થિતિમાં સમયમર્યાદા વધારવી જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, અરજીકર્તાઓ મુશ્કેલીની વાત કરે છે, છતાં હાલ સુધી અંદાજે 6 લાખ વકફ સંપત્તિઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.

Advertisement

વકફ સુધારા અધિનિયમ અનુસાર, જો રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી હોય તો વકફ ટ્રિબ્યુનલ પાસે અરજી કરી શકે છે, ટ્રિબ્યુનલ 6 મહિના સુધીનો વધારાનો સમય આપી શકે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ દીપાંકડ દત્તા અને જસ્ટિસ ઑગસ્ટિન જોજ માસીહે કહ્યું કે, “ટ્રિબ્યુનલ પાસે જાઓ. કાયદામાં પહેલાથી જ ઉપાય ઉપલબ્ધ છે. અમે શા માટે દખલ કરીએ? શું તમે ઈચ્છો છો કે અમે વકફ કાયદો ફરીથી લખીએ? એ સંભવ નથી.”

 

 

 

Advertisement
Tags :
AIMPLBAsaduddinOwaisiBreakingNewsDelhiNewsDigitalIndiaSupremeCourtUMEEDPortalWaqfPropertyWaqfTribunal
Advertisement
Next Article