સર્વોચ્ચ અદાલતે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાના અભાવ અંગે સુઓમોટો દાખલ કરી
01:12 PM Sep 05, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે સર્વોચ્ચ અદાલતે આજે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાના અભાવ અંગે સુઓમોટો કેસ નોંધ્યો છે.
Advertisement
ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે એક મીડિયા રિપોર્ટની નોંધ લઈ ટાંક્યું કે, વર્ષ 2025ના પહેલા આઠ મહિનામાં રાજસ્થાનમાં પોલીસ કસ્ટડીમાં અગિયાર લોકોના મોત થયા હતા.
અદાલતે પારદર્શિતા જાળવવા અને કસ્ટડીમાં થતા ત્રાસની ઘટનાઓને રોકવા માટે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવી દીધું છે.
Advertisement
સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો કે, દરેક પોલીસ સ્ટેશનના એસએચઓને સીસીટીવી ડેટા જાળવવા, રેકોર્ડિંગનો બેકઅપ લેવા અને ખામીઓ સુધારવાની જવાબદારી સોંપવામાં આવે.
Advertisement