For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુપરસ્ટાર ધનુષ અને રશ્મિકા મંદાનીની ફિલ્મ કુબેર ઉપર ચાલી સેન્સર બોર્ડની કાતર

09:00 AM Jun 22, 2025 IST | revoi editor
સુપરસ્ટાર ધનુષ અને રશ્મિકા મંદાનીની ફિલ્મ કુબેર ઉપર ચાલી સેન્સર બોર્ડની કાતર
Advertisement

સાઉથના સુપર સ્ટાર ધનુષ અને રશ્મિકા મંદાની ફિલ્મ કુબેર આગામી દિવસોમાં રિલીઝ થશે. જો કે, આ ફિલ્મના કેટલાક દ્રશ્યો ઉપર સેન્સર બોર્ડે કાતર ચલાવી હોવાનું જાણવા મળે છે. સેન્સર બોર્ડે ક્યાં કારણોસર આ નિર્ણય લધો તે જાણી શકાયું નથી. આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષામાં શૂટ કરવામાં આવી હતી. જેથી બંને ભાષામાં 19 જેટલા દ્રશ્યોદૂર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત હિન્દી સહિતના ભાષામાં ડબીંગ કરીને ફિલ્મને રીલિઝ કરવામાં આવશે.

Advertisement

સુત્રોના જણાવ્યા અનુસાર, ધનુષ, રશ્મિકા મંદાના અને નાગાર્જુનની ફિલ્મ 'કુબેર'નાં 19 દ્રશ્યો પર સેન્સર બોર્ડે કાતર ચલાવીને ફિલ્મને 13 મિનીટ અને 31 સેકન્ડ ટૂંકી કરી નાખી છે. આ ફિલ્મને તમિલ અને તેલુગુ બન્ને ભાષાઓમા શૂટ કરવામાંઆવી છે. જ્યારે તેને હિંદી, મલયાલમ અને કન્નડ ભાષામાં ડબ કરવામાં આવી છે. ધનુષ અને રશ્મિકાના કેટલાક સીન ઉપરાંત એક્ટર જીમ સર્ભના કેટલાંક દ્રશ્યો પર કાતર ફરી ગઈ હોવાનું કહેવાય છે. એક સીનમાં ધનુષ, રશ્મિકા તથા નાગાર્જુન કાર રાઈડમાં હોય છે એ સીનમાં પર પણ કાતર ફરી ગઈ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement