For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

9 મહિનાના બાદ ધરતી પર પરત ફર્યા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર

10:39 AM Mar 19, 2025 IST | revoi editor
9 મહિનાના બાદ ધરતી પર પરત ફર્યા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર
Advertisement

નવી દિલ્હીઃ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમની વાપસી પર સમગ્ર વિશ્વની નજર ટકેલી હતી. તેઓ આજે સવારે ડ્રેગન અવકાશયાન પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી રવાના થયા હતા. નાસાએ અવકાશ મથકથી અવકાશયાન અલગ થઈ રહ્યું હોવાનો એક વીડિયો શેર કર્યો હતો. આ અવકાશયાત્રીઓ નવ મહિનાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)પર ફસાયેલા હતા. ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને પરત ફરતી વખતે એક પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં સુનિતા વિલિયમ્સને શુભકામનાઓ પાઠવીને કહ્યું કે ભારતની દીકરીનું સ્વાગત કરવાનો આનંદ થશે.

Advertisement

અમને તમારા અને તમારા કાર્ય પર કેટલું ગર્વ છે : PM Modi

પીએમ મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, “હું ભારતના લોકો વતી તમને શુભકામનાઓ પાઠવું છું. આજે, હું એક કાર્યક્રમમાં પ્રખ્યાત અવકાશયાત્રી માઇક મેસિમિનોને મળ્યો હતો. અમારી વાતચીત દરમિયાન તમારું નામ આવ્યું અને અમે ચર્ચા કરી કે અમને તમારા અને તમારા કાર્ય પર કેટલું ગર્વ છે. આ વાતચીત પછી હું તમને પત્ર લખતા રોકી શક્યો નહીં. જ્યારે પણ હું મારી અમેરિકાની મુલાકાતો દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ કે રાષ્ટ્રપતિ બાઈડનને મળ્યો. ત્યારે મેં તમારા સુખાકારી અંગે જાણકારી મેળવી હતી. તેમજ 1.4 અબજ ભારતીયો હંમેશા તમારી સિદ્ધિઓ પર ખૂબ ગર્વ અનુભવે છે. તાજેતરના ઘટનાક્રમે ફરી એકવાર તમારી પ્રેરણાદાયી દૃઢતા દર્શાવી છે.

Advertisement

બોની પંડ્યા તમારા પાછા ફરવાની આતુરતાથી રાહ જોશે : PM Modi

પીએમ મોદીએ સુનિતા વિલિયમ્સને આગળ લખ્યું, “ભલે તમે હજારો માઇલ દૂર છો, તમે અમારા હૃદયની નજીક છો. ભારતના લોકો તમારા સારા સ્વાસ્થ્ય અને તમારા મિશનમાં સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. બોની પંડ્યા તમારા પાછા ફરવાની આતુરતાથી રાહ જોશે અને મને ખાતરી છે કે સ્વર્ગસ્થ દીપકભાઈના આશીર્વાદ પણ તમારી સાથે રહેશે.

Advertisement
Tags :
Advertisement