For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો

11:37 AM Feb 04, 2025 IST | revoi editor
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો
Advertisement

અમદાવાદ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સહિત કલેકટર કચેરીના વિવિધ વિભાગના અધિકારીઓએ કલેકટરને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, સુજીત કુમાર વર્ષ 2010ની કેડરના આઈએએસ (IAS) અધિકારી છે. મૂળ બિહારના વતની એવા સુજીત કુમાર B.A, M.A તથા M.philની પદવી ધરાવે છે. સુજીત કુમારે ઉપરાષ્ટ્રપતિ તેમજ કેન્દ્રીય મંત્રીઓના અંગત સચિવ (PS) તરીકે ફરજ બજાવેલી છે. તેઓ છેલ્લે ભાવનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લાં 15 વર્ષથી સનદી અધિકારી તરીકે સેવારત સુજીત કુમાર પ્રશાસનનો બહોળો અનુભવ ધરાવે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement