હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

પીટીસી કોલેજોમાં પ્રવેશના ફોર્મ ભરવા વિદ્યાર્થીઓએ કરવો પડતો રઝળપાટ

06:08 PM Jun 03, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાત સરકારે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ તેમજ ઈજનેરી સહિત તમામ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પીટીસીમાં ઓફલાઈન કાર્યવાહીથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રવેશ માટે દરેક પીટીસી કોલેજોમાં જઈને ફોર્મ ભરવા પડે છે. હાલ  પી.ટી.સી. એડમીશન માટે ફોર્મ ભરવાનુ ચાલુ છે. હાલના ડીઝીટલ યુગમાં તમામ એડમીશન માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે પણ આટલા ડીઝીટલાઈઝેશનમા પણ એકમાત્ર પીટીસી એવો કોર્સ છે. જેમાં ઓફલાઈન ફોર્મ ભરવામાં આવી રહ્યા છે.

Advertisement

પીટીસીની કોલેજોમાં ઓફલાઈન ફોર્મ ભરાતા હોવાથી વિદ્યાર્થીઓને કોલેજે-કોલેજે ફોર્મ ભરવા ભાટકવું પડે છે. પ્રવેશ માટે ઓફલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદા પણ ઓછી છે. દરેક કોલેજે કોલેજે રૂબરૂ  જઈને ફોર્મ ભરવાનું વાલીઓ અને વિદ્યાર્થીઓ 10 દિવસમા દોડી દોડીને કેટલી કોલેજમા ફોર્મ ભરી શકે??  એમાયે ખાનગી કોલેજ વાળાએ તો જાહેરાત આવ્યા પહેલા  લાગતા વળગતાને એડમીશન આપી દીધા છે. અને હવે કોઈના ફોર્મ જ સ્વીકારતા ન હોવાની ફરિયાદો પણ ઊઠી છે. સરકારી, ગ્રાન્ટેડ કોલેજમા ફોર્મ તો સ્વીકારવામાં આવે છે. પરંતુ એડમીશન માટે વેઈટીંગ ઉપર વેઈટીંગ રાઉન્ડ બહાર પડશે અને પારદર્શકતા કે મેરીટની જરાય ગેરન્ટી નથી. સરવાળે ત્યા પણ લાગતા વળગતા ગોઠવાઈ જશે.

સૂત્રોના કહેવા મુજબ પીટીસીની એક કરતા વધુ કોલેજમા ફોર્મ ભરવાની છુટ તો આપી પણ તંત્રને એ વિચાર ન આવ્યો કે 10 દિવસમા વાલીઓ રખડી રખડીને કેટલી કોલેજમા ફોર્મ ભરી શકશે,  પ્રવેશ માટે વિદ્યાર્થીઓના અતિશય ધસારા વચ્ચે રોજનુ એક કોલેજમા માંડ માંડ ફોર્મ ભરી શકાય. પોતાના બાળકને એડમીશન માટે વધુમા વધુ કોલેજમા ફોર્મ ભરવા વાલીઓ બીચારા બેબાકળા બન્યા છે. એ.સી. ઓફીસોમા બેસીને આવા તઘલખી નિર્ણયો લેતા અધિકારીઓ સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratifilling admission formsGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsPTC collegesSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharstudents wandering aroundTaja Samacharviral news
Advertisement
Next Article