For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ધોરણ 10ની પરીક્ષામાં આજે ગુજરાતીનું પેપર સહેલુ નિકળતા વિદ્યાર્થીઓ ખૂશ

05:47 PM Feb 27, 2025 IST | revoi editor
ધોરણ 10ની પરીક્ષામાં આજે ગુજરાતીનું પેપર સહેલુ નિકળતા વિદ્યાર્થીઓ ખૂશ
Advertisement

અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભાષાનું હતું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પેપર ગુજરાતીનું હતું, જ્યારે અંગ્રેજી માધ્યમવાળા વિદ્યાર્થીઓને પ્રથમ પેપર અંગ્રેજીનું હતું. ગુજરાતીનું પેપર સરળ પૂછાતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પ્રથમ પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આનંદમાં જોવા મળ્યા હતા. પરીક્ષા કેન્દ્રો બહાર પરીક્ષા આપીને આવેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ખૂશી જોવા મળી હતી.

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાના પ્રારંભ થયો છે. આજે સવારે 9:15 વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું ચેકિંગ કરી, ફૂલ, ચોકલેટ, પેન અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. માટાભાગના પરીક્ષાર્થીઓ સમય પહેલાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. આજે ધો. 10માં પ્રથમ પેપર ભાષાનું હતું. ભાષાના પેપરમાં વ્યાકરણ સરળ હોવાથી વિદ્યાર્થીઓએ રાહત તઈ હતી. આ ઉપરાંત નિબંધ અને MCQ સરળ હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષામાંથી હસતા ચહેરા બહાર આવતા જોવા મળ્યા હતા. પરીક્ષા આપીને બહાર નીકળતા પરીક્ષાર્થીઓના ચહેરા પર ખૂશી જોવા મળી હતી.

રાજ્યમાં ધોરણ 10-12ના કુલ 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટતાં સ્કૂલ બિલ્ડિંગ અને બ્લોકની સંખ્યા ઘટી છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો. 10-12ની બોર્ડ પરીક્ષા 17મી ફેબ્રુઆરીથી 17મી માર્ચ સુધી લેવાશે અને સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓના કુલ મળીને 1661 કેન્દ્રોમાં 5222 સ્કૂલ બિલ્ડિંગ, 50991 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. . ગત વર્ષે 1934 કેન્દ્રોમાં 5378 બિલ્ડીંગોમાં 54292 બ્લોકમાં લેવાઈ હતી. જો કે, આ વર્ષે નવા કેન્દ્રો માંગણીઓને પગલે મંજૂર કુલ કેન્દ્રો વધ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ ઘટતા 156 સ્કૂલ બિલ્ડિંગ ઘટી છે અને 3303 બ્લોક ઘટ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement