For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં AMTS બસ ઊભી રહે તે પહેલા ચાલુ બસે ઉતરવા જતાં વિદ્યાર્થિની પટકાતા ગંભીર

06:32 PM Apr 22, 2025 IST | revoi editor
અમદાવાદમાં amts  બસ ઊભી રહે તે પહેલા ચાલુ બસે ઉતરવા જતાં વિદ્યાર્થિની પટકાતા ગંભીર
Advertisement
  • શહેરના વિજયનગર પાસે બન્યો બનાવ
  • વિદ્યાર્થિનીને ગંભીર ઈજા થતાં SVP હોસ્પિટલ ખસેડાઈ
  • આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ:  શહેરના વિજયનગર ચાર રસ્તા પાસે એક વિદ્યાર્થિની ચાલુ એએમટીએસ બસમાંથી ઉતરવા જતા નીચે પડી ગઈ હતી. આ વિદ્યાર્થિની પડી જવાને કારણે તેને ગંભીર ઈજા પહોંચી છે. હાલ તેને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  આજે સવારે એક એએમટીએસ બસ મુસાફરોને લઈને ગોપાલ ચોકથી ઇસ્કોન તરફ જઈ રહી હતી.  દરમિયાન એએમટીએસ બસમાંથી વિદ્યાર્થિની ચાલુ બસમાંથી ઉતરવા જતા રસ્તા પર રોડ પર પટકાઈ હતી. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પડી જવાના કારણે વિદ્યાર્થિનીને નાક અને કાનમાંથી લોહી નીકળતા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જેમાં આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે. આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ગંભીર હોવાની માહિતી મળી રહી છે. નોંધનીય છે કે, આ બસ ગોપાલ ચોકથી ઇસ્કોન તરફ જઈ રહી હતી.

આ બનાવની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. અને એએમટીએસના બસચાલક તેમજ કંડકટરનું નિવેદન લેવામાં આવ્યું છે. અને વિદ્યાર્થિનીનું નિવેદન પણ લેવામાં આવશે લોકોમાં ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે, આ વિદ્યાર્થિની પડી નથી તેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ વિદ્યાર્થિની ચાલુ બસમાંથી કઈ રીતે પડી તે તો તપાસ દરમિયાન જ ખ્યાલ આવશે. (File photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement