For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આદિપુરમાં એસટીની વોલ્વો બસે એક્ટિવા અને બાઈકને અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત

05:22 PM Apr 17, 2025 IST | revoi editor
આદિપુરમાં એસટીની વોલ્વો બસે એક્ટિવા અને બાઈકને અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત
Advertisement
  • આદિપુરના ટાગોર રોડ પર સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં બે વિદ્યાર્થીને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા
  • વોલ્વો બલના ચાલક સામે ગુનોં નોંધાયો

ગાંધીધામઃ કચ્છના આદિપુરમાં ટાગોર રોડ પર એસટી વોલ્વો બસએ એક્ટિવા અને બાઈકને અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. જ્યારે બે વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એસટી બસ પૂર ઝડપે બન્ને વાહનોને અડફેટે લઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરી હતી.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, કચ્છના આદિપુરમાં એસટીની વોલ્વો બસે એક્ટિવા અને બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.  જેમાં એક્ટિવાચાલક એક એમબીએની છાત્રાનું ઘટનાસ્થળેજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે તેની પાછળ સવાર બીબીએની છાત્રા તેમજ બાઈક ચાલક અન્ય એક યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. આદિપુર પોલીસે મૃતક રીતુના પિતાની ફરિયાદના આધારે એસટી ચાલક વિરુદ્ધ બેદરકારી અને ગફલતભરી રીતે બસ ચલાવીને તેમની પુત્રીનું મોત નિપજાવી તેમજ અન્ય છાત્રા અને બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચાડ્યાનો ગુનો દાખલ કર્યો છે.

ભુજથી રાજકોટ જઈ રહેલી એસટી વોલ્વો બસ આદિપુરના મુંદ્રા સર્કલથી આગળ વધી ત્યારે સીસીટીવીમાં જોતા તેની ગતી વધારે હતી અને તે ગાંધીધામ તરફ ધસમસતી આગળ વધી રહી હતી. દરમિયાન 24 વર્ષીય સતુપલી રીતુ લક્ષ્મીનારાયણ જે ટીમ્સના એમબીએમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે.  જ્યારે ટીમ્સનીજ 19 વર્ષીય બીબીએની છાત્રા અંકીતા જીલડીયા એક્ટિવા પર સવાર હતી. બન્ને વિદ્યાર્થિનીઓ કોલેજથી નિકળીને જનતા પેટ્રોલપંપથી પેટ્રોલ ભરાવી રોડના કટમાંથી ક્રોસ કરવા માટે આગળ વધી ત્યારે  વોલ્વો બસે એક્ટિવાને અડફેટે લીધું હતુ,  વોલ્વો બસના ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવતા બસ ડીવાઈડર સાથે અથડાતા  ડીવાઈડર તુટી ગયું હતું. અને વોલ્વો બસ રોંગ સાઈડમાં આવી જતા સામેથી આવી રહેલી એક બાઈક પર 19 વર્ષીય સમીર તરૈયા આવી રહ્યો હતો, તેને બસે સામેથી ટક્કર મારીને ઘસડ્યો. બસના આગળના પૈડાઓમાં તેની બાઈક ફસાઈ ગઈ. ઘટના જોતા આસપાસથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા, બેભાન યુવાનને સીપીઆર પણ આપ્યું. અકસ્માતમાં એક યુવતીનું મોત નિપજ્યું છે, તો એક યુવતી અને યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

Advertisement

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં મોત થયુ છે તે 24 વર્ષીય રીતુ સતુપલ્લી તોલાણી મોટવાની મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમબીએના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. આ બનાવમાં વોલ્વો બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement