For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાં પ્રદુષણને ડામવા ફેક્ટરીઓ, બાંધકામ અને ટ્રાફિક પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં

05:00 PM Nov 18, 2024 IST | revoi editor
દિલ્હીમાં પ્રદુષણને ડામવા ફેક્ટરીઓ  બાંધકામ અને ટ્રાફિક પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં
Advertisement

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અને પર્યાવરણ મંત્રાલય દ્વારા રચવામાં આવેલ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ચોથો તબક્કો (ગ્રેપ-4) અમલમાં મૂક્યો છે. ગ્રાફ-4 લાગુ થયા બાદ દિલ્હીમાં ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ અંતર્ગત ફેક્ટરીઓ, બાંધકામ અને ટ્રાફિક પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

Advertisement

ગ્રાપ-4ના અમલ પછી ટ્રક, લોડર્સ અને અન્ય ભારે વાહનોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી નથી. જો કે, આવશ્યક ચીજવસ્તુઓ સપ્લાય કરતા વાહનોને પ્રવેશની મંજૂરી છે. નિયમ અનુસાર, તમામ પ્રકારના બાંધકામ અને ડિમોલિશનના કામો પર પ્રતિબંધ છે. રાજ્ય સરકારો શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગો અને સરકારી અને ખાનગી ઓફિસો માટે ઘરેથી કામ કરવાનો પણ નિર્ણય કરે છે. ચોથા તબક્કામાં ઓડ-ઈવનનો નિર્ણય પણ લઈ શકાય છે, જો કે તે જરૂરી નથી. નોંધનીય છે કે જ્યારે પ્રદૂષણનું સ્તર ખૂબ વધી જાય છે અને સરેરાશ AQI 450ને પાર કરે છે, ત્યારે GRAPનો ચોથો તબક્કો લાગુ કરવામાં આવે છે.

દિલ્હી-NCRમાં AQI 500થી વધુ નોંધાયું હતું. ઘણા વિસ્તારોમાં AQI ખતરનાક શ્રેણીમાં નોંધાયો હતો. 'AQI.in' અનુસાર, દિલ્હીનો AQI સવારે 8 વાગ્યે 477 હતો જે સાંજે 548 થઈ ગયો. આ ઉપરાંત આલીપોરનો AQI 586, આનંદ લોક 586, આનંદ પર્વત 521, આનંદ વિહાર 608, અશોક વિહાર ફેઝ-1 539, બવાના ઈન્ડસ્ટ્રીયલ એરિયા 534, ભાલસ્વા લેન્ડફિલ 508, ગ્રેટર કૈલાશ આઈટીઆઈ 586 છે. શાહદરા 608 છે. કાલકાજી 646 છે અને PGDAV કોલેજ 701 છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement