For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં રખડતા કૂતરાઓની વસતી 50 હજારે પહોંચી, ખસીકરણની કામગીરી હાથ ધરાઈ

05:44 PM Mar 28, 2025 IST | revoi editor
ગાંધીનગરમાં રખડતા કૂતરાઓની વસતી 50 હજારે પહોંચી  ખસીકરણની કામગીરી હાથ ધરાઈ
Advertisement
  • 39 હજારરખડતા કૂતરાનું હડકવા વિરોધી રસીકરણ કરાયુ
  • ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં કૂતરાની સમસ્યા અંગે ખાસ બેઠક યોજાઈ
  • સેકટર-30માં 400 સ્વાનને રાખી શકાય એવું એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરાશે

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં રખડતા કૂતરાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મ્યુનિના એક અંદાજ મુજબ શહેરમાં 50 હજાર રખડતા કૂતરા છે. રખડતા કૂતરાની વસતી વધતી રોકવા માટે 39 હજારથી વધુ કૂતરાનું ખસીકરણ કરવામાં આવ્યું છે. કૂતરાંઓને હડકવા વિરોધી રસી પણ આપવામાં આવી છે. શહેરમાં કૂતરાનો ત્રાસ વધતો જાય છે ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખસીકરણની કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

Advertisement

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા કૂતરાઓની સમસ્યા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરમાં અંદાજે 50 હજારથી વધુ રખડતા કૂતરા હોવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. એનિમલ બર્થ કન્ટ્રોલ (ABC) સેન્ટર ખાતે અત્યાર સુધીમાં 39 હજારથી વધુ રખડતા કૂતરાઓનું ખસીકરણ અને હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવ્યું છે. શહેરના વિસ્તાર વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સેક્ટર-30માં નવું ABC સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. આ સેન્ટરમાં 400 કૂતરાઓને રાખી શકાશે.

ગાંધીનગર મ્યુનિની કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે જાહેર રસ્તાઓ અને બગીચાઓમાં પાલતુ કૂતરાઓ દ્વારા થતી ગંદકી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે CCTV કેમેરાની મદદથી આવા પાલતુ કૂતરાઓના માલિકોની ઓળખ કરી દંડાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ પગલાંથી શહેરની સ્વચ્છતા જાળવવામાં મદદ મળશે અને કૂતરાઓની વસ્તી નિયંત્રણમાં રાખી શકાશે. ભવિષ્યમાં ગાંધીનગર મ્યુનિની હદ વિસ્તારમાં નવા વિસ્તારો ઉમેરાવાની સંભાવના અને વધુ કામગીરીને ધ્યાનમાં લેતાં સેક્ટર-30 ખાતે 400 જેટલા શ્વાન રાખી શકાય તેવી ક્ષમતા અને અદ્યતન સુવિધાઓ વાળુ એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જે આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે. જેથી દૈનિક ધોરણે રખડતા શ્વાનોનું ખસીકરણ અને વેક્સીનેશનનો ટાર્ગેટ વધારી શકાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

ગાંધીનગર શહેરના જાહેર રસ્તા પરના ફૂટપાથ ઉપર તથા જાહેર બગીચામાં અમુક પાલતું કૂતરાંના માલિક તેમના કૂતરાંને લઇને સવાર અને સાંજના સમયે ચાલવા નીકળતા હોય છે અને તે દરમિયાન પાલતુ કૂતરાં દ્વારા ગંદકી ફેલાવવામાં આવતી હોય તેવું ધ્યાનમાં આવ્યું છે. જે બાબતે હવે પછીથી સીસીટીવી કેમેરાની મદદથી આવા પાલતુ કૂતરાંના માલિકને ઓળખીને તેઓની સામે દંડનીય કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે

Advertisement
Tags :
Advertisement