સાબર ડેરી પર પશુપાલકોનો પથ્થરમારો, ટોળાને વિખેરવા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા
- પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતો હોવાથી ડેરી સામે વિરોધ કરાયો,
- પશુપાલકો બેકાબુ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો,
- વિફરેલા ટોળાંએ સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું
હિંમતનગરઃ ઉત્તર ગુજરાતની પ્રખ્યાત સાબર ડેરી સામે પશુપાલકોએ હોબાળો મચાવ્યો હતો. ઓછા ભાવને પગલે વિફરેલા પશુપાલકોએ સાબર ડેરી બાનમાં લીધી હતી. દેખાવ કરવા પહોંચેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું. ટોળાએ પથ્થરમારો કરતા ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. અને પશુપાલકો બેકાબૂ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હતું. પોલીસ દ્વારા 20થી વધુ ટીયરગેસનો મારો ચલાવાયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, હિમતનગર નજીક આવેલી સાબર ડેરી બહાર પશુપાલકોએ હોબાળો મચાવ્યો હતો. દૂધના ઓછા ભાવને પગલે વિફરેલા પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. દેખાવ કરવા પહોંચેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી બહાર દેખાવો કર્યો હતો. સાબર ડેરીના સત્તાધીશોએ ચાલુ વર્ષે 960 રૂપિયા પ્રતિકિલો ફેટે વાર્ષિક ભાવ જાહેર કર્યો હતો. દર વર્ષે જૂન મહિનાના અંતમાં અથવા જૂલાઈ મહિનાના શરૂઆતમાં ભાવ ફેર ચૂકવવામાં આવતો હતો. સત્વરે ભાવ ફેર ચૂકવવા માટે અગાઉ પણ કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. આ રજૂઆત બાદ 11 જુલાઈએ ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવ્યો હતો પણ ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલે ભાવ ફેર ઓછો ચૂકવાયો હોવાને લઈને સાબર ડેરી સામે પશુપાલકોનો આક્રોશ જોવા મળ્યો હતો. સાબરડેરીના સત્તાધીશો દ્વારા ચાલુ સાલે 960 રૂપિયા પ્રતિ કિલો ફેટે વાર્ષિક ભાવ જાહેર કરાયો હતો. દર વર્ષે જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભાવ ફેર ચૂકવવામાં આવતો હતો. સત્વરે ભાવફેર ચૂકવવા માટે અગાઉ પશુપાલકો તેમજ આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવ જદાહેર કરાયો હતો. જેનાથી પશુપાલકોમાં અસંતોષ ઊભો થયો હતો. પશુપાલકોના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાના મારફતે દેખાવો કરવા માટે એકઠા થવા માટેનો મેસેજ કર્યો હતો. પશુપાલકો દેખાવો કરવા આવે તે પૂર્વે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. સાબર ડેરી રોડ પર રહેલા પશુપાલકો બેરીકેટ તોડી ડેરીના દરવાજા પાસે પશુ પાલકો પહોંચ્યા હતા. જેના બાદ પશુપાલકો વિફર્યા હતા. સાબર ડેરી આગળ પશુપાલકોએ રસ્તો રોક્યો હતો. એસટી બસ સહિત વાહનો રોકી દીધા હતા. તો બેરીકેટને ધક્કા મારીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પશુપાલકોએ પોલીસના વોટર બ્રાઉઝર પર પથ્થરો ફેંક્યા હતા. પથ્થરોથી વોટર બ્રાઉઝરના મેન ગ્લાસને તોડી નાંખ્યો હતો. જોકે, આ ઘટમામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ટોળાને કાબુમાં લેવા ટિયરગેસને સેલ છોડીને લાઠીચાર્જ કર્યો હતો.