For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

શેરબજારમાં ઓપનિંગ સેશનથી જ ધૂમ તેજીનો માહોલ, BSEમાં 1000 પોઇન્ટનો વધારો

12:00 PM Aug 18, 2025 IST | revoi editor
શેરબજારમાં ઓપનિંગ સેશનથી જ ધૂમ તેજીનો માહોલ  bseમાં 1000 પોઇન્ટનો વધારો
Advertisement

મુંબઈઃ શેરબજારમાં આજે ઓપનિંગ સેશનથી જ ધૂમ તેજીનો માહોલ જોવા મળતા રોકાણકારોમાં ખુશી ફેલાઈ છે. બીએસએફમાં 1000 પોઇન્ટ નો નિફ્ટીમાં 300થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ ગત વખતે તેનું ક્લોઝિંગ 80597.66 પર થયું હતું. જ્યારે આજે રજાઓના ગાળા બાદ સેન્સેક્સમાં સારો એવો 1022 પોઈન્ટ સુધીનો ઉછાળો નોંધાયો અને તે 81619.59ની સપાટીને સ્પર્શી ગયો હતો. હાલમાં  સેન્સેક્સ 81608 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ ગત વખતે 24631.30 પોઇન્ટ પર ક્લોઝિંગ કર્યું હતું જ્યારે આજે વેપારની શરૂઆતમાં જ નિફ્ટી સીધી 24968.85ની સપાટીને સ્પર્શી ગઇ હતી. હાલ સુધીમાં નિફ્ટીમાં 343 પોઈન્ટનો વધારો થઇ ચૂક્યો છે. 

Advertisement

શેરબજારમાં પહેલાથી જ તેજીના સંકેત મળી ગયા હતા કેમ કે એકબાજુ અમેરિકન શેરબજાર ગ્રીન ઝોનમાં ક્લોઝ થયા હતા જ્યારે એશિયન બજારોમાં પણ રોનક પાછી ફરી છે. આ દરમિયાન ગિફ્ટ નિફ્ટીમાં પણ 333 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે બીજી બાજુ વડાપ્રધાન મોદીએ GST માળખામાં ફેરફારના સંકેત આપ્યા છે. તેની અસર પણ બજાર પર જોવા મળી રહી છે. આ સાથે ટ્રમ્પ અને પુતિનની મુલાકાત બાદ ભારત સામે ટેરિફ મામલે મિજાજ ઢીલા પડવાની શક્યતા છે. 

Advertisement
Advertisement
Tags :
Advertisement