શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 595 પોઈન્ટ અને નિફ્ટીમાં 180 પોઈન્ટનો વધારો
મુંબઈ: અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે, એટલે કે બુધવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. રોકાણકારોમાં ખરીદીનો માહોલને પગલે બેનચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 1 ટકાની તેજી નોંધાઈ હતી.
30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 595.19 અંક (0.71%) ઉછળી 84,466.51 અંકે બંધ રહ્યો હતો. જ્યારે NSEનો 50 શેરો ધરાવતો નિફ્ટી ઇન્ડેક્સ 180.85 અંક (0.70%) વધી 25,875.80 અંકે પહોંચ્યો હતો. આ ઉછાળો બેન્કિંગ અને IT શેરોમાં આવેલી ખરીદીના કારણે જોવા મળ્યો હતો. બજારમાં તેજી વચ્ચે રૂપિયાએ નબળાઈ બતાવી હતી. કાચા તેલના ભાવમાં વધારો અને વિદેશી મૂડીની નિકાસના દબાણને કારણે, બુધવારે શરૂઆતના વેપારમાં રૂપિયા 15 પૈસા ઘટીને પ્રતિ ડોલર 88.65 પર પહોંચી ગયો હતો..
ભારતીય શેરબજારે વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થિરતા જાળવી રાખી છે. રોકાણકારોમાં વિશ્વાસ દેખાયો છે, પરંતુ રૂપિયાનું ઘટતું મૂલ્ય અને વધતી તેલની કિંમતો બજાર માટે પડકારરૂપ રહી શકે છે.