શેરબજારમાં તેજી: સેન્સેક્સ 82,000ને પાર
મુંબઈઃ સપ્તાહના ત્રીજા દિવસે (બુધવાર) ભારતીય શેરબજારની શરૂઆત ગ્રીન ઝોનમાં થઈ છે. બજારના મુખ્ય સૂચકાંકો વધારા સાથે ખૂલ્યા છે, જે વૈશ્વિક સંકેતો અને સ્થાનિક તેજીનો સંકેત આપે છે. બજાર ખૂલતાની સાથે સેન્સેક્સ 135 અંકના વધારા સાથે 82,062ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી 28 અંકના વધારા સાથે 25,136ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.
બજારમાં આજે IT, ફાર્મા અને બેન્કિંગ સેક્ટર ટોપ ગેઈનર્સ રહ્યા છે અને બજારને ગતિ આપી રહ્યા છે. જોકે, BSE મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ફ્લેટ (સપાટ) ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.
- સોના-ચાંદીમાં તેજી
શેરબજારની તેજી વચ્ચે સોના-ચાંદીના ભાવોમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. સોનું (Gold: 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1,22,000ને પાર પહોંચ્યો છે. જ્યારે ચાંદી (Silver) કિલોદીઠ ચાંદીનો ભાવ ₹ 1,47,000ના સ્તર પર પહોંચી ગયો છે, જે આ ધાતુઓમાં મજબૂત તેજી દર્શાવે છે.