For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

તેજી સાથે ખૂલ્યું શેરબજાર, સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો વધારો

11:38 AM Apr 15, 2025 IST | revoi editor
તેજી સાથે ખૂલ્યું શેરબજાર  સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો વધારો
Advertisement

મુંબઈઃ અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે 15 એપ્રિલે શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ છે. 14 એપ્રિલ અને સોમવારના રોજ આંબેડકર જયંતિને કારણે શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહ્યું હતું. શરૂઆતથી જ બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1600 પોઈન્ટથી વધુ ઊંચકાયો હતો, જ્યારે નિફ્ટીમાં 500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 76000ને પાર કરી ગયો હતો, જ્યારે નિફ્ટીમાં ખરીદીનો માહોલ છે. NSE નિફ્ટી લગભગ 500 પોઈન્ટ વધીને 23,300 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Advertisement

નિફ્ટી બેંક અને શેરબજારમાં આવેલી તેજીને કારણે, હેવીવેઇટ શેરોમાં ઘણી ખરીદી જોવા મળી છે. HDFC બેંકના શેરમાં 3 ટકાથી વધુનો વધારો થયો. તે જ સમયે, ICICI બેંકના શેરમાં 2.87 ટકાનો વધારો જોવા મળ્યો. આ ઉપરાંત, BSEના ટોચના 30 શેરોમાંથી, 28 શેરોમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. ફક્ત બે શેર, નેસ્લે અને ITCમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સના શેરમાં સૌથી વધુ 5.28 ટકાનો વધારો થયો છે. આ પછી, L&T અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં લગભગ 4 ટકાનો વધારો થયો છે.

US ટેરિફ પર પ્રતિબંધ વિદેશી શેરબજારો માટે સારા સમાચાર બની ગયા છે. ખાસ કરીને અમેરિકન શેરબજારમાં ખરીદી વધી છે. અમેરિકન શેરબજારના તમામ સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. તે જ સમયે, એશિયન શેરબજારના બે સૂચકાંકો પણ ગ્રીન ઝોનમાં રહ્યા.

Advertisement

Advertisement
Tags :
Advertisement