હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો શુભારંભ

07:14 PM Nov 09, 2025 IST | Vinayak Barot
Advertisement

 

Advertisement

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આજથી પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને   સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે. કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ સમગ્ર રાજ્યમાં સુચારુ અને પારદર્શક રીતે ટેકાના ભાવે               ખરીદી સુનિશ્ચિત કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને જરૂરી સૂચનો કર્યા હતા.

ટેકાના ભાવે ખરીદી સરળતાથી અને કોઈપણ અગવડ વગર થઈ શકે તે માટે દિવસ વાર ચોક્કસ સંખ્યામાં ખેડૂતોને અગાઉથી જ SMS કરીને વેચાણ માટે  બોલાવવામાં આવશે. મહત્તમ 90 દિવસમાં ખરીદી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખરીદી બનતી ત્વરાએ પૂર્ણ થઈ શકે તે માટે મહત્તમ ખરીદ   કેન્દ્રો શરૂ કરવા અંગે પણ નોડલ એજન્સીને સૂચનાઓ આપવામાં આવી છે.

Advertisement

વર્ષ 2025-26 દરમિયાન ટેકાના ભાવે ખરીદી યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે તે માટે પણ અનેકવિધ વ્યવસ્થાઓ અને સુધારાઓ કરવામાં આવ્યા છે.           પ્રથમવાર ટેકાના ભાવે જણસીની ખરીદી પોઇન્ટ ઓફ સેલ મશીન (POS) કે ફેસ રેકગ્નિશન દ્વારા કરવામાં આવશે. ટેકાના ભાવે વેચાણ કરવા આવી               ન શકે તેવા ખેડૂતો માટે નોમીની નિયુક્ત કરવાની પણ જોગવાઈ કરાવવામાં આવી છે.

ટેકાનાભાવે વેચાણ માટે નોંધણી કરાવી હોય તેવા ખેડૂતોને જણસી લઈને આવવાની તારીખ અંગે આગોતરું આયોજન કરીને તેઓને થોડા દિવસ        અગાઉથી જ SMSના માધ્યમથી જાણ કરવામાં આવશે. આ ઉપરાંત જે તારીખે ખેડૂતે જણસી લઈને વેચાણ માટે આવવાનું છે, તેના એક દિવસ પહેલા           પણ પુન: એક SMS કરવામાં આવશે.

આ ઉપરાંત ટેકાના ભાવે વેચાણ કરેલા ખેડૂતોને તેમની જણસીનું ચૂકવણું ટૂંક જ સમયમાં DBT માધ્યમથી સીધું તેમના આધાર બેઝ બેંક ખાતામાં          કરવામાં આવશે. આટલું જ નહીં, ખરીદ કેન્દ્રથી ખરીદી કરેલો માલ ગોડાઉન સુધી લઈ જવા સમયે ઉપયોગ થનાર વાહન પર જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મગફળી માટે 9.31  લાખથી વધુ, સોયાબીન માટે  72.900થી વધુ, અડદ પાક માટે 1,900થી વધુ અને મગ પાક માટે 6000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નોંધણી કરાવી છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGroundnut- Moong- Urad and SoybeangujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsPURCHASESamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharStart at Support PriceTaja Samacharviral news
Advertisement
Next Article