હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતની GMERS સંલગ્ન 7 હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ

05:20 PM Feb 17, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ રાજ્યની 7 GMERS સંલ્ગન હોસ્પિટલમાં અત્યાધુનિક નવીન હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અંદાજીત રૂ. 7 કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવેલ આ હાઇ-એન્ડ માઇક્રોસ્કોપ દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે. આ માઈક્રોસ્કોપના પ્રત્યેક યુનિટની કિંમત આશરે 1 કરોડ રૂપિયા છે.

Advertisement

ગુજરાતની સોલા (અમદાવાદ), ગાંધીનગર, ગોત્રી (વડોદરા), પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની GMERS મેડિકલ હોસ્પિટલને આ આધુનિક ઉપકરણ મળ્યું છે. આ માઈક્રોસ્કોપ દ્વારા GMERS મેડિકલ હોસ્પિટલને "સેન્ટર ઓફ એક્સેલન્સ" તરીકે વિકસાવવાની દિશામાં પ્રેરણા મળશે. ગુજરાતના નાગરિકોને વિદેશી સ્તરની તબીબી સારવાર ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે. આ સુવિધાથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, મહિસાગર, જુનાગઢ, વલસાડ, નવસારી, ડાંગ, ગીર-સોમનાથ, અમરેલી જિલ્લાના આશરે 4 હજારથી વધુ ગામોને આરોગ્યલાભ મળશે. 

આ માઈક્રોસ્કોપ પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL), જે ભારત સરકારની મહારત્ન કંપની છે, તેના સી.એસ.આર. (Corporate Social Responsibility) યોજના અંતર્ગત રાજ્ય માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પાવરગ્રિડ વીજ પરિવહન (power transmission) ક્ષેત્રે મહત્વનું કાર્ય કરે છે અને આરોગ્ય, શિક્ષણ અને સામાજિક વિકાસ માટે સામાજિક દાયિત્વને પણ પૂર્ણ કરે છે.

Advertisement

ઊચ્ચ-ગુણવત્તાવાળી ઝૂમ ટેકનોલોજી, ઓપરેશન દરમિયાન ટિશ્યૂના ઝીણાં ભાગો સ્પષ્ટ રીતે જોવા માટે. જન્મજાત બહેરાશ માટે કોક્લિઅર ઈમ્પ્લાન્ટ સર્જરી, માથાના આંતરિક ભાગે થતી ગાંઠો માટે સ્કલ બેઝ સર્જરી,નાના તથા મોટા મગજમાં થતી ગાંઠો દૂર કરવા એટલે કે સી.પી.એંગલ (મગજ)ની સર્જરી તથા ચહેરાની નસની નબળાઈ કે ઈજા માટેની સર્જરી માટે વિશેષ ઉપયોગી.રિયલ- ટાઈમ ઇમેજિંગ ટેકનોલોજી, જે સર્જનને વધુ ચોકસાઈથી કાર્ય કરવામાં મદદ કરે. ઓછી ઇજા, ઓછું બ્લડ લોસ અને દર્દીઓને ઝડપી સાજો થવાનો લાભ.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article