હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો

06:53 PM Jan 06, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે એક નવો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પોલીસ ભવન ખાતે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને ઝીરો બજેટથી અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી વિશેષ સત્તાઓ આપવામાં આવી છે.

Advertisement

રાજ્યમાં અને રાજ્યની બહાર બનતાં ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા રાજ્યને સ્પર્શતા ગુનાઓના દરોડા પાડી તેના ગુના આ નવા એસ.એમ.સી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવશે અને તેની તપાસ પણ આ ટીમ દ્વારા કરવામાં આવશે. આ ગુનાઓની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ATSને પણ વર્ષ 2002માં પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું હતું. હવે SMC દ્વારા ATSની જેમ ગુજરાત તેમજ દેશમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ વિરુદ્ધ સક્રિય રીતે પગલાં લેવામાં સક્ષમ બનશે અને અસરકારક કામગીરી કરશે.

Advertisement

સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનથી શું થશે ?

આ નિર્ણયથી ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પર અંકુશ આવશે અને રાજ્યને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ મળશે. આ પોલીસ સ્ટેશનની સ્થાપના માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. હાલ જ્યાં આ સેલ કાર્યરત છે ત્યા જ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યુ છે.

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPolice Station statusPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharState Monitoring CellTaja Samacharviral news
Advertisement
Next Article