For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગિરનાર પરિક્રમા માટે અમદાવાદ અને રાજકોટથી બે ખાસ ટ્રેનોનો પ્રારંભ

06:40 PM Nov 08, 2024 IST | revoi editor
ગિરનાર પરિક્રમા માટે અમદાવાદ અને રાજકોટથી બે ખાસ ટ્રેનોનો પ્રારંભ
Advertisement
  • આજે 8મીથી 18મી સુધી 10 દિવસ ખાસ ટ્રેન દોડશે,
  • ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી વાયા ધંધુકા-બોટાદ થઈને ટ્રેન દોડશે,
  • રાજકોટથી બપોરે 10.55 કલાકે રવાના થઈ જુનાગઢ પહોંચશે

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનું અનેરૂ મહાત્મ્ય છે.  ગામ-પરગામથી અનેક ભાવિકો ગિરનારની પરિક્રમા માટે જુનાગઢ જતા હોય છે. ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે રેલવે દ્વારા અમદાવાદના ગાંધીગ્રામ અને રાજકોટથી આજથી ખાસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ટ્રેન નંબર 09556 વેરાવળ-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે.

Advertisement

જૂનાગઢની પરિક્રમાને ધ્યાને લઈને ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નવી બે સ્પેશિયલ ટ્રેનો જાહેર કરવામાં આવી છે, જેમાં વેરાવળ-ગાંધીગ્રામ અને રાજકોટ-જૂનાગઢ વચ્ચે ખાસ ટ્રેનો આજથી દોડાવવામાં આવી રહી છે. આગામી 10 દિવસ સુધી આ ટ્રેન ચાલવાની છે. આ બન્ને ટ્રેનનું બુકિંગનો પ્રારંભ કરાયો છે.. આથી લોકો આ બંને ટ્રેનનો લાભ લઇ શકશે અને કોઈ મુશ્કેલી વગર મુસાફરી કરી શકશે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા વેરાવળ ગાંધીગ્રામ ટ્રેન આજે તા. 8 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી દોડાવાશે. આ ટ્રેન નંબર 09556 વેરાવળ-ગાંધીગ્રામ વેરાવળથી રાત્રે 09:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. જ્યારે 09555 ટ્રેન નંબર ગાંધીગ્રામ-વેરાવળ ગાંધીગ્રામથી સવારે 10:10 કલાકે ઉપડશે, જે વેરાવળ સાંજે 05:40 કલાકે પહોંચશે. આ ટ્રેનનું ભાડું સુપરફાસ્ટ મેલ અને એક્સપ્રેસનું ભાડું લેવામાં આવશે. આ ટ્રેન સરખેજ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, લાઠી, ચિતલ, વડીયા, દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના ખાતે ઉભી રહેશે.

Advertisement

જ્યારે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા રાજકોટ અને જૂનાગઢ વચ્ચે 8 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન નંબર 09579 રાજકોટ-જૂનાગઢ રાજકોટથી સવારે 10:55 કલાકે ઉપડશે અને બપોરે 1:00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09580 જૂનાગઢ-રાજકોટ જૂનાગઢથી બપોરે 01:40 કલાકે ઉપડશે અને સાંજે 05:05 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશન ઉપર ઊભી રહેશે. ઉપરાંત આ ટ્રેનનું ભાડું સુપરફાસ્ટ મેલ અને એક્સપ્રેસનું ભાડું રહેશે.

Advertisement
Tags :
Advertisement