એસટી બસ હવે હાઈવે પરની 27 જેટલી હોટલો પર ઊભી રાખી શકાશે નહીં
- હોટલો દ્વારા પ્રવાસીઓ પાસેથી વધુ ભાવ લેવાતા હોવાની ફરિયાદો ઊઠી હતી
- હાઈવે હોટલો પર પુરતી સ્વચ્છતા જાળવવામાં આવતી નહતી
- અન્ય હોટલો પર પણ નજર રાખવા ST તંત્રને સંઘવીએ આપી સુચના
અમદાવાદઃ ગુજરાતમાં લાંબા રૂટની એસટી બસો હાઈવે પર વિવિધ હોટલો પર હોલ્ટ કરતા હોય છે. હોટલ પરથી પ્રવાસીઓ ચા-નાસ્તો કે ભોજન પણ લેતા હોય છે. ઘણી હોટલો પ્રવાસીઓ પાસેથી ચા-નાસ્તા કે પાણીની બોટલોના વધુ ભાવ લેતી હોવાની ફરિયાદો ઊઠી હતી. ઉપરાંત કેટલીક હોટલો પુરતી સ્વચ્છતા પણ રાખતી નહોતી. પ્રવાસીઓની ફરિયાદો બાદ હાઈવે પર મુસાફરોને લૂંટતી 27 હોટલોને ડિલિસ્ટ કરવામાં આવી છે. ગુજરાતમાં ST બસના મુસાફરોને લુંટતી હાઇવે પરની હોટલો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 27 જેટલી હોટલ ગ્રાહકોને લૂંટતી હોવાની વાત વાહનવ્યવહાર નિગમના ધ્યાને આવી હતી, જેથી તેમને ડિલીસ્ટ કરવામા આવી છે. જેથી હવે આ 27 જેટલી હોટલો પર એસટી બસ હોલ્ટ કરશે નહીં,
ગુજરાતમાં એસ.ટી બસના મુસાફરોને લુંટતી હાઇવે હોટલો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને લુંટતી હોટલો અને ડિલીસ્ટ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન 27 થી વધુ હોટલોને ડિલીસ્ટ કરાઈ છે. હવે આ તમામ હાઈવે હોટલો ઉપર એસટીની બસો ઊભી રાખી શકાશે નહીં. પ્રવાસીઓ પાસેથી હોટલો મન ફાવે તેવા ભાવો લઈને લૂંટ ચલાવતી હતી. આગામી દિવસોમાં ફરિયાદોને આધારે આવી હોટલો સામે કાર્યવાહી થશે.
સૂત્રોના કહેવા મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પરિવહનની સેવા આપતી GSRTC બસોના અલગ-અલગ રૂટ પર હાઇવે પરની હોટેલો પર હોલ્ટ રખાય છે. જેમાં લાંબી મુસાફરી કરતાં લોકો સ્વખર્ચે ચા-નાસ્તા, ભોજન સહિતની સુવિધા હોટેલો પર મેળવી શકે. આ દરમિયાન 27 જેટલી હોટેલો સામે GSRTCએ કાર્યવાહી કરી છે.
આ અંગે એસટી નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે, GSRTCએ ગંદકી અને અસ્વચ્છતાને કારણે 27 હોટલોમાં બસો રોકવાનું કાયમી ધોરણે બંધ કરી દીધું છે. આ પગલું પ્રવાસીઓની સુવિધા અને સ્વચ્છતા માટે લેવામાં આવ્યું છે. અમે અમારા વિભાગને અન્ય તમામ બસ સ્ટોપ અને હોટલ પર નજર રાખવા માટે સૂચના આપી છે જેથી તેઓ નિયમો અને મુસાફરોનું પાલન કરે. ST રાજ્યના નાગરિકોની સેવા માટે ચાલતી સંસ્થા છે. જ્યાં 27 લાખ લોકો રોજ મુસાફરી કરે છે. GSRTC એ હોટેલ્સ માટે જે નિયમો બનાવ્યા છે. સ્વચ્છતા, જમવાના નિયત નિયમો લાગુ કરવાના છે. આ અમારી રૂટિન કામગીરી છે. જે લોકો ટોયલેટ સાફ ન રાખતા હોય, ગંદકી કરતા હોય, લોકો પાસે જમવાના વધુ પૈસા લેવામાં આવતા હોય તેવી હોટેલ સામે પગલાં લેવામાં આવ્યા છે