For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા સુધી 19મી નવેમ્બરથી વિશેષ ટ્રેનો દોડાવાશે

04:41 PM Nov 12, 2025 IST | Vinayak Barot
ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા સુધી 19મી નવેમ્બરથી  વિશેષ ટ્રેનો દોડાવાશે
Advertisement
  • પાલિતાણામાં 19મી નવેમ્બરથી માળા રોપણ વિધિમાં જૈન સમુદાય ઉમટી પડશે,
  • 19મી નવેમ્બરે ભાવનગર ટર્મિનસથી રાત્રે 21:20 વાગ્યે બાંદ્રા જવા ટ્રેન ઉપડશે,
  • 20 નવેમ્બરે બાંદ્રા ટર્મિનસથી પાલિતાણા જવા બપોરે 2:30 વાગ્યે ટ્રેન પ્રસ્થાન કરશે

ભાવનગરઃ જૈનોના યાત્રાધામ પાલિતાણામાં 47 દિવસથી ચાલી રહેલી આરાધના બાદ માળા રોપણ વિધિ 19મી નવેમ્બરથી યોજાશે. જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાય ઉમટી પડશે, આથી પ્રવાસીઓના ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસથી બાંદ્રા ટર્મિનસ, બાંદ્રા ટર્મિનસથી પાલિતાણા, પાલિતાણાથી બાંદ્રા ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસથી ભાવનગર ટર્મિનસ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડે “સ્પેશલ ટ્રેનો” દોડાવાશે.

Advertisement

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી કહેવા મુજબ, ભાવનગર ટર્મિનસ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશલ બુધવાર, 19 નવેમ્બરના રોજ ભાવનગર ટર્મિનસથી રાત્રે 21:20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 11:20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ભાવનગર પરા, સિહોર (ગુજરાત), સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. એવી જ રીતે, બાંદ્રા ટર્મિનસ-પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશલ ગુરુવાર, 20 નવેમ્બરના રોજ બાંદ્રા ટર્મિનસથી બપોરે 2:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 06:00 વાગ્યે પાલિતાણા પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર રોકાશે.

પાલિતાણા-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશલ શુક્રવાર, 21 નવેમ્બરના રોજ પાલિતાણાથી રાત્રે 8 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 10:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન સિહોર (ગુજરાત), સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. એ જ રીતે, બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશલ શનિવાર, 22 નવેમ્બરે બાંદ્રા ટર્મિનસથી બપોરે 12:45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 04:45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર રોકાશે. ઉપરોક્ત તમામ ટ્રેનોમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ ઉપલબ્ધ રહેશે. આ ટ્રેનોનું બુકિંગ 13 નવેમ્બર, 2025 (ગુરુવાર)થી શરૂ થશે.

Advertisement

પાલિતાણાની પવિત્ર નગરી ખાતે 47 દિવસથી ચાલી રહેલી આરાધના બાદ માળા રોપણ વિધિ 19મી નવેમ્બરના રોજ યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો પાલિતાણા ખાતે ઉમટી પડશે. આથી પ્રવાસી ટ્રાફિકને ધ્યાનમાં રાખી અને પશ્ચિમ રેલવે દ્વારા તા.19ના રોજ બાંદ્રાથી ભાવનગર અને પાલિતાણા માટે બે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement