ભાવનગર-બાન્દ્રા ટર્મિનસ વચ્ચે 30મી એપ્રિલે ખાસ ટ્રેન દોડાવાશે
- પ્રવાસીઓના ધસારાને કારણે ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય
- સાંજે 7.25 કલાકે બ્રાન્દ્રાથી ઉપડી બીજા દિવસે સવારે 9 વાગ્યે ભાવનગર પહોંચશે
- ટ્રેનમાં થર્ડ એસી અને એસી ચેયરકાર કોચ હશે
ભાવનગરઃ ઉનાળાના વેકેશનના પ્રારંભ સાથે જ રેલ પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે આગામી તા.30મી એપ્રિલે અક્ષય તૃતિયાના શુભ અવસરે પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર ટર્મિનસ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન નંબર 09013 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ મંગળવાર, 29 એપ્રિલ, 2025 ના રોજ 19:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, આ ટ્રેન નંબર 09013/09014 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન નંબર 09013 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ મંગળવાર, 29 એપ્રિલ, 2025 ના રોજ 19:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 ભાવનગર ટર્મિનસ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ બુધવાર, 30 એપ્રિલ, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસથી 17:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 07:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાઢ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને એસી ચેયરકાર કોચ હશે.