લોકસભામાં વિપક્ષના હંગામા મુદ્દે અધ્યક્ષ ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હી: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહેલા વિપક્ષી સભ્યોને કહ્યું કે, જો જનતાએ તેમને સૂત્રોચ્ચાર કરવા મોકલ્યા છે, તો આ જ કામ કરો નહીં તો કાર્યવાહી ચાલુ રહેવા દેવી જોઈએ. બજેટ સત્રના ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના પર સરકાર પાસેથી જવાબ માંગતા સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.
લોકસભા સ્પીકરે સૂત્રોચ્ચાર કરતા સભ્યોને કહ્યું, "રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. તમે ભાષણ પર ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠાવી શકો છો." તેમણે કહ્યું કે પ્રશ્નકાળ એક મહત્વપૂર્ણ સમય છે. જેમાં જવાબદારી સરકાર સુધારી શકાય છે. બિરલાએ વિપક્ષી સભ્યોને ગૃહને કાર્યરત રહેવા દેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, "જો દેશના લોકોએ તમને સૂત્રોચ્ચાર કરવા મોકલ્યા હોય, તો તે કરો." જો તમારે ગૃહ ચલાવવું હોય, તો જાઓ અને તમારી સીટ પર બેસો.
વિરોધ પક્ષોના સભ્યોએ 'વડાપ્રધાન જવાબ દો' અને 'મોદી સરકાર શરમ કરો શરમ કરો' ના નારા લગાવ્યા હતા. મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતા. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનો આરોપ છે કે સરકારે આ ઘટનામાં મૃત્યુઆંકનો સાચો આંકડો જાહેર કર્યો નથી.