જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં હર્રિયત સાથે જોડાયેલા 12 સંગઠનો સાથે છેડો ફાડ્યો
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે હુર્રિયત સાથે સંકળાયેલા સંગઠન જમ્મુ અને કાશ્મીર માસ મૂવમેન્ટના અલગતાવાદને નકારવાના અને ભારતની એકતા પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધતા જાહેર કરવાના નિર્ણયને આવકાર્યો હતો.
X પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, મોદી સરકારના શાસનમાં એકતાની ભાવના જમ્મુ-કાશ્મીર પર રાજ કરે છે. તેમણે કહ્યું હતું કે હુર્રિયત સાથે સંકળાયેલા અન્ય એક સંગઠન જમ્મુ-કાશ્મીર માસ મૂવમેન્ટે ભારતની એકતા પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધતા જાહેર કરીને અલગતાવાદને નકારી કાઢ્યો છે. તેમણે ઉમેર્યું કે તેઓ તેમના આ પગલાને નિષ્ઠાપૂર્વક આવકારે છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં હુર્રિયત સાથે જોડાયેલા 12 જેટલા સંગઠનોએ ભાગલાવાદથી છેડો ફાડ્યો છે, ભારતના બંધારણમાં વિશ્વાસ મૂકી દીધો છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં વિઝનની જીત છે.