કચ્છમાં સ્મૃતિવન 51000 દીવડાથી ઝગમગી ઊઠ્યુ,
- સ્મૃતિવનના દીપોત્સવના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા,
- પ્રકાશ પર્વની થીમ ‘નમો વંદે ભારત’,
- દીપોત્સવને સફળ બનાવવા ખાનગી સંસ્થાઓએ આપ્યો સહયોગ
ભૂજઃ કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. ત્યારે કચ્છનો ભૂજીયો ડુંગર પણ ઐતિહાસિક ગણાય છે. ભુજીયા ડુંગરમાં નિર્માણ કરવામાં આવેલા સ્મૃતિવન સમગ્ર ગુજરાતમાં જગવિખ્યાત છે. 2001 વિનાશકારી ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે. ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલા સ્મૃતિવન ખાતે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધનતેરસના દિવસે સ્મૃતિવનને દીવડાથી શણગારવામાં આવ્યું હતું. ફ્રેન્ડ્સ ગ્રુપ તેમજ વિવિધ સંસ્થાઓના સહયોગથી 51000 જેટલા દીવડા પ્રગટાવતા સ્મૃતિવન રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.
કચ્છના ભૂજીયા ડુંગરમાં સ્મૃતિવન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્મૃતિવનને દીવડાથી શણગારવામાં આવ્યું હતુ. આ વર્ષે દીપોત્સવની સાથોસાથ રાસ ઉત્સવનું આયોજન કર્યું હતું. સ્મૃતિવનમાં ફ્રેન્ડ્સ ગ્રુપ તેમજ વિવિધ સંલગ્ન 80 જેટલી સંસ્થાઓના સહયોગથી 51,000 દીવડા પ્રજ્વલિત કરવામાં આવતા ભુજીયો ડુંગર ઝગમગી ઉઠ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનતેરસના દિવસે પ્રકાશ પર્વ નિમિત્તે સૂર્યાસ્ત બાદ દીપોત્સવનો નજારો જોવા સ્મૃતિવનમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. સ્મૃતિવનમાં દર વર્ષે ધનતેરસના દિવસે મોડી સાંજે આગેવાનોની હાજરીમાં દીપ પ્રગટાવવામાં આવ્યું હતું. સૂર્યાસ્ત બાદ 51 હજાર દીવડાઓના નજારાથી સ્મૃતિવન ઝગમગી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં લોકો આ અદ્ભુત નજારાને જોવા માટે ઉમટી પડ્યા હતા.
ફ્રેન્ડ્સ ગ્રુપના પ્રમુખે જણાવ્યું હતું કે, સ્મૃતિવનમાં આ વર્ષે 51 હજાર જેટલા દીવડા પ્રગટાવીને ધનતેરસ અને દિવાળી પર્વની યાદગાર ઉજવણી કરવામાં આવી છે. દિવાળી પર્વમાં દીવડાઓનો ઝગમગાટ જ અલગ હોય છે. સ્મૃતિવનના 51 હજાર દીવડાઓ પ્રગટાવવાના કાર્યક્રમમાં ફ્રેન્ડ ગ્રુપ સહિત 25 જેટલી સંસ્થાઓના આર્થિક સહયોગ તેમજ 80 જેટલી સંસ્થાઓ અને સામાજિક આગેવાનો કાર્યક્રમમાં સહયોગી બન્યા હતા.