For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ શહેરમાં 5 સ્થળોએ સ્માર્ટ પાર્કિંગની યોજનાનો પ્રારંભ

04:06 PM Mar 09, 2025 IST | revoi editor
અમદાવાદ શહેરમાં 5 સ્થળોએ સ્માર્ટ પાર્કિંગની યોજનાનો પ્રારંભ
Advertisement
  • ઝાયડસ- હેબતપુર, સોબો સર્કલ - મેરી ગોલ્ડ, CG રોડ સહિત 5 વિસ્તારમાં સ્માર્ટ પાર્કિંગ,
  • ક્યુઆર કોડથી પાર્કિંગનો ચાર્જ ચુકવવો પડશે
  • પાર્કિંગ માટે કલાકના રૂપિયા 5થી 15નો ચાર્જ વસુલાશે

અમદાવાદઃ શહેરમાં ઝાયડસથી હેબતપુર તથા સોબા સર્કલથી મેરી ગોલ્ડ, તેમજ અસજી રોડ સહિત 5 સ્થળોએ વાહનચાલકો માટે સ્માર્ટ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. વાહનચાલકો માટે પાર્કિંગમાં ક્યુઆર કોડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હાલમાં પાઈલોટ પ્રોજેક્ટ તરીકે આ પાંચ સ્થળની પસંદગી કરાઈ છે. 2 મહિના પછી તેનો અમલ કરાશે. જે વિસ્તારમાં ફ્રી પાર્કિંગ છે ત્યાં પાઈલોટ પ્રોજેક્ટને રિસર્ચ તરીકે ગણાશે

Advertisement

અમદાવાદ શહેરમાં પાંચ સ્થળે ફ્લેપ લોક આધારિત સ્માર્ટ પાર્કિંગના અમલની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ પાંચ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલથી હેબતપુર રોડ, સોબો સર્કલથી મેરી ગોલ્ડ સર્કલ, મીઠાખળીથી લાૅ ગાર્ડન, સીજી રોડ અને યુનિવર્સિટી રોડનો સમાવેશ થાય છે. આ તમામ સ્માર્ટ પાર્કિંગ માટે સાઈકલનો રૂ.એક,  ટુવ્હીલર માટે રૂ.બે અને કાર માટે રૂ.15 ચાર્જ નક્કી કરાયો છે. આ ચાર્જ 1 કલાક માટેનો છે. જેમ જેમ સમય વધશે તેમ તેમ ચાર્જમાં પણ વધારો થશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે પાર્કિંગ ચાર્જ ક્યૂઆર કોડ સ્કેન કરીને ચૂકવવાનો રહેશે. હાલમાં પાઈલોટ પ્રોજેક્ટ તરીકે આ પાંચ સ્થળની પસંદગી કરાઈ છે. બે મહિના પછી તેનો અમલ કરાશે. જે વિસ્તારમાં ફ્રી પાર્કિંગ છે ત્યાં પાઈલોટ પ્રોજેક્ટને રિસર્ચ તરીકે ગણાશે. મ્યુનિ.એ એક હજાર ફ્લેપ લોક ખરીદવા ટેન્ડર બહાર પાડ્યું છે. અગાઉ સિંધુભવન રોડ પર પાઈલોટ પ્રોજેક્ટના ભાગરૂપે આ પ્રકારનું સ્માર્ટ પાર્કિંગ શરૂ કરાયું હતું. એક સ્ટાર્ટઅપે આ પ્રકારના પાર્કિંગની દરખાસ્ત મ્યુનિ.ને કરી હતી. સમગ્ર પાર્કિંગ સુવિધા સ્માર્ટ એપ્લિકેશન અને ક્યુઆર કોડ આધારિત છે. ભવિષ્યમાં શહેરના તમામ વિસ્તારમાં તે લાગુ કરાશે.

એએમસીના સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યુ હતું કે, શહેરમાં ક્રમશઃ તમામ સ્થળોએ આ સિસ્ટમ અમલમાં મુકાશે. મેગ્નેટિક સેન્સર અને ક્યુઆર કોડને આધારે સ્માર્ટ પાર્કિંગનું સંચાલન કરાશે. સ્લોટ ખાલી હોય ત્યારે કાર પાર્ક કરી શકાશે. જતી વખતે ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement