For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનો જામ્યો મેળાવડો

03:54 PM Dec 15, 2024 IST | revoi editor
કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનો જામ્યો મેળાવડો
Advertisement
  • વેટ લાઈન અને ટુંડી તળાવમાં એકસાથે 30,000 પક્ષીઓનો વિહાર,
  • સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓએ જમાવ્યું આકર્ષણ,
  • રણમાં ભરાયેલા છીછરા પાણીમાં છબછબીયાં કરતા વિદેશી પક્ષીઓ

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી, ખારાઘોડા, ઝીંઝુવાડાના રણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. રણના કેટલાક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે, એટલે છીછરાં પાણીમાં છબછબીયો કરતા વિદેશી પક્ષીઓનો નજારો જોવા મળી રહ્યો છે. હાલ રણ વિસ્તારમાં કડકડતી ઠંડીમાં પણ પક્ષીઓનો કલરવ સાભળવા મળી રહ્યો છે. જેમાં વેટ લાઈન અને ટુંડી તળાવમાં એકસાથે 30,000 જેટલાં પક્ષીઓ વિહાર કરી રહ્યા છે. સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓએ આકર્ષણ જમાવ્યું છે.

Advertisement

કચ્છના નાના રણમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન શરૂ થયું છે. ચાલુ વર્ષે અંતમાં શીયાળો બરાબર જામતા રણના વેટ લાઈન અને ટૂંડી તળાવમાં એકસાથે 30,000 પક્ષીઓનો અનોખો મેળાવડો જામ્યો છે. માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ ગણાતા વેરાન રણમાં દર વર્ષે હજારો કિલોમીટર દૂર સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર સહિતના વિદેશી પક્ષીઓ શીયાળામાં આવે છે. રણ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો ચમકારો શરૂ થતાં નયનરમ્ય પક્ષીઓનું આગમન શરૂ થયું છે. રણમાં ફ્લેમીંગો અને પેન્ટાસ્ટ્રોક સહિતના પક્ષીઓ ઝુંડમાં મહાલવા આવી રહ્યા છે.

કચ્છના નાના રણમાં ડીસેમ્બરમાં શિયાળો બરાબર જામતા વેટલાઇન અને ટૂંડી તળાવ વિસ્તારમાં એક સાથે 30,000થી વધુ વિદેશી પક્ષીઓનો અનોખો મેળાવડો જામ્યો છે. જે સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન ફાલકન, રણ ચકલી, નાઈટ જાર, ડેમોલિન, જેવા અલગ અલગ જાતના પક્ષીઓએ હાલમાં રણમાં પડાવ નાખ્યો છે. હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવતા હોય છે. જે લગભગ ચાર મહિના જેવું આ વિસ્તારમાં રહેતા હોય છે. જેનું મુખ્ય કારણ તેમને આ જગ્યાએ પૂરતો ખોરાક અને સલામતી અને વાતાવરણ પણ અનુકૂળ હોવાથી અહીં દર વર્ષે આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement