પહેલગામ આતંકવાદી હુમલામાં આતંકીઓના સ્ક્રેચ જાહેર કરાયાં અને ફોટોગ્રાફ પણ આવ્યા સામે, પાકિસ્તાનની સંડોવણી ખુલી
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ગુસ્સો છે. સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓને શોધવામાં વ્યસ્ત છે. હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. આ દરમિયાન, આતંકવાદી હુમલા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.પહેલગામ હુમલામાં બે પાકિસ્તાની આતંકવાદીઓ પણ સામેલ હોવાની માહિતી મળી છે. તેની સાથે બે સ્થાનિક આતંકવાદીઓ પણ હતા. અત્યાર સુધીમાં ચાર આતંકવાદીઓ વિશે માહિતી સામે આવી છે. સુરક્ષા એજન્સીઓએ હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓના સ્કેચ પણ જાહેર કર્યા છે. આ ઉપરાંત ચાર આતંકવાદીઓના ફોટોગ્રાફ પણ સામે આવ્યો છે. બે આતંકવાદીઓ પશ્તુન ભાષા બોલતા હોવાનું સામે આવ્યું છે.
મંગળવારે બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા અને 17 અન્ય ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવીને ગોળીબાર કર્યો. આતંકવાદી હુમલા બાદ, બુધવારે સવારથી જ સેના, NIA, પોલીસ અને અન્ય એજન્સીઓ એલર્ટ મોડમાં છે. ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા દરેક ઇંચ પર નજર રાખવામાં આવી રહી છે. સાથે જ આતંકવાદીઓની શોધખોળ પણ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરથી દિલ્હી સુધી હાઈ એલર્ટ ચાલુ છે.
બૈસરન ખીણમાં થયેલા હુમલામાં સંડોવાયેલા બે સ્થાનિક આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. બે પાકિસ્તાની આતંકવાદીઓની પણ ઓળખ થઈ ગઈ છે. મંગળવારે આતંકવાદીઓએ લગભગ 20 મિનિટ સુધી AK-47 થી ગોળીબાર કર્યો હતો. સ્થાનિક આતંકવાદીઓના નામ આદિલ અહેમદ ઠાકુર અને આસિફ શેખ જણાવવામાં આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આદિલ ઠાકુર લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે. આદિલ ગુરી બિજબેહરાનો રહેવાસી હોવાનું કહેવાય છે. આસિફ શેખનો જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. આસિફ મુંઘમા મીર મોહલ્લા (ત્રાલ)નો રહેવાસી હોવાનું કહેવાય છે. હુમલામાં સામેલ કેટલાક આતંકવાદીઓએ બોડી કેમેરા લગાવ્યા હોવાની પણ માહિતી મળી છે. હુમલાની સમગ્ર ઘટના આતંકવાદીઓ દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી. શ્રી અમરનાથ યાત્રા પહેલા થયેલા આ કાયર હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ સ્વીકારી છે. ફેબ્રુઆરી 2019 માં પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે.