ઉત્તરપ્રદેશના હરદોઈમાં ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છ વ્યક્તિના મોત
હરદોઈ: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના સાંડિયાલા વિસ્તારમાં ગુરુવારે એક ટ્રકે ઓટો રિક્ષાને ટક્કર મારતાં ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહેલા છ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કાસિમપુરના ઔરમૌ ગામનો રહેવાસી રણજીત સીએનજી ઓટો ચલાવતો હતો. ગુરુવારે સવારે, રણજીત કાસિમપુરથી મુસાફરો સાથે સંદિલા જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. દૂર્ઘટનાગ્રસ્ત ઓટોમાં 10 મુસાફરો હતા. અકસ્માતને પગલે રિક્ષામાં સવાર મરણચીસોથી વાતાવરણ ગરમીન બની ગયું હતું. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાંડિયાલા-બાંગરમાઉ રોડ પર હરદાલમાઉ ગામ નજીક, સામેથી આવી રહેલા એક ટ્રક સાથે મુસાફરો ભરેલી રિક્ષા અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ઓટો ઘણી વખત પલટી ગઈ અને તેના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં ઓટો ડ્રાઈવર રંજીત ઉપરાંત કાસિમપુરના મલ્હનખેડા ગામના અરવિંદ, કછુનાના બહદીન ગામના અંકિત, ઉન્નાવના બેહતા મુજાવરના ફૂલ જહાં સહિત છ લોકોના મોત થયા હતા.ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા સંદિલા સીએચસીમાં દાખલ કર્યા. ઓટોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા.
સીઓ સંદિલા સત્યેન્દ્ર સિંહે જણાવ્યું કે. ચાર મૃતકોની ઓળખ થયા બાદ, તેમના પરિવારોને માહિતી આપવામાં આવી છે. જ્યારે બે વ્યક્તિઓની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.