રસ્તા ઉપર ચાની કીટલી ઉપર ડિસ્પોઝેબલ ગ્લાસમાં ચાની ચૂસકી લેવી બની શકે છે ખતરનાર
દેશમાં ચાના શોખીન લોકોની કોઈ કમી નથી. મોટાભાગના લોકો દિવસમાં ઘણી વખત ચાની ચૂસકી લે છે. શાળા-કોલેજની કેન્ટીન તથા રસ્તાની બાજુની દુકાન હોય કે ઓફિસની બહારના ચાની કીટલી ઉપર આપણે ચા પીવા જઈએ છીએ. જ્યાં દુકાનદાર ડિસ્પોઝેબલ ગ્લાસમાં ચા પીરસે છે. આપણે આ ચા શોખથી પીવાનું પસંદ કરીએ છે. પરંતુ ડિસ્પોઝેબલ કપ કે ગ્લાસમાં ગરમ ચા પીવી ખતરનાક બની શકે છે. તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. જો કે, અનેક સ્થળો ઉપર કિસ્પોઝેબલ કપ ઉપર પ્રતિબંધ છે તેમ છતા અંદરખાને તેનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે.
ડિસ્પોજેબલ ગ્લાસમાં ચા પીવાના ગેરફાયદાઃ આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવા ગ્લાસ પોલિસ્ટરીનથી બનેલું છે. જ્યારે ગરમ ચા પીરસવામાં આવે છે, ત્યારે તેની સાથે હાનિકારક પદાર્થો શરીરમાં પ્રવેશ કરે છે, જે કેન્સરનું જોખમ વધારી શકે છે. ચા પીવાથી બિનજરૂરી થાક, એકાગ્રતાનો અભાવ, હોર્મોનલ અસંતુલન વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. ડિસ્પોઝેબલ કપમાં ચા પીવાથી કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે.
• સગર્ભા સ્ત્રીઓ માટે ખતરનાક
ડોક્ટર્સનું કહેવું છે કે ડિસ્પોઝેબલ ગ્લાસમાં મેટ્રોસમાઈન, બિસ્ફેનોલ એ અને અન્ય ઘણા રસાયણો હોય છે, જે શરીર માટે જોખમી છે. જેના કારણે થાક, એકાગ્રતાનો અભાવ, બ્લડપ્રેશર, શુગર, થાઈરોઈડ જેવી બીમારીઓનો ખતરો વધી જાય છે. તેનાથી ગર્ભવતી મહિલાઓની સાથે તેમના બાળકોને પણ નુકસાન થઈ શકે છે.
• કેન્સરનું જોખમ
ડિસ્પોઝેબલ કપમાં ગરમ ચા પીવાથી કેન્સરનું જોખમ વધી શકે છે, કારણ કે કપમાં હાજર પ્લાસ્ટિક અને અન્ય રસાયણો ગરમ ચા સાથે શરીરમાં પહોંચે છે અને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી આને ટાળવું જોઈએ.
• હોર્મોનલ અસંતુલન, પાચન સમસ્યાઓ
ડિસ્પોઝેબલ કપમાં ગરમ ચા પીવાથી હોર્મોનલ અસંતુલન થઈ શકે છે, કારણ કે કપમાં હાજર પ્લાસ્ટિક અને અન્ય રસાયણો શરીરના હોર્મોન્સને અસર કરી શકે છે. ગરમ ચા પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
• ત્વચા, મોં અને ગળાની સમસ્યાઓ
ડિસ્પોઝેબલ કપમાં ગરમ ચા પીવાથી ત્વચાને નુકસાન થાય છે. આ સિવાય મોં અને ગળાની સમસ્યા થઈ શકે છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. જેના કારણે અનેક પ્રકારની બીમારીઓ ફેલાઈ શકે છે.
• પર્યાવરણને નુકસાન
ડિસ્પોઝેબલ કપમાં ગરમ ચા પીધા પછી તેને ફેંકી દેવામાં આવે છે, જે પર્યાવરણ માટે હાનિકારક છે. આને કારણે, પર્યાવરણીય પ્રદૂષણ ફેલાય છે, જે ફરીથી માનવ શરીરને અસર કરી શકે છે. તેથી વ્યક્તિએ તેનાથી દૂર રહેવું જોઈએ.