ગુજરાતના વર્ષ 2005 પહેલાના 60 હજાર કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના સરળ બનાવો
- સત્તાધિકારીઓ દ્વારા સમગ્ર પ્રક્રિયાને જટિલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે,
- જરૂરી ન હોય તેવા હૂકમો પણ માગવામાં આવે છે,
- ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત
અમદાવાદઃ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના જાહેર કર્યા બાદ ભારે વિરોધ થતાં સરકારે વર્ષ 2005 પહેલાના ભરતી થયેલા 60.000 કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના વ્યાપક હિતમાં આટલો મોટો નિર્ણય કરવામાં આવેલો હોવા છતાં અમલીકરણ સત્તાધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે કામગીરીને સરળ બનાવવાને બદલે સમગ્ર પ્રક્રિયાને જટિલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તથા ખૂબ વિલંબ કરવામાં આવે છે. જેના પરિણામે લાભાર્થીઓમાં અજંપાભરી સ્થિતિ પ્રવર્તે છે અને સરકારની છબી ખરડાય છે, આ અંગે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ અને મહામંત્રી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.
ગુજરાત સરકારમાં 1લી એપ્રિલ 2005 પહેલા જોડાયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પણ પેન્શન યોજનાના અધિકારીઓ યેનકેન પ્રકારે કામગીરીને સરળ બનાવવાને બદલે સમગ્ર પ્રક્રિયાને જટિલ બનાવી રહ્યા છે. આ સંદર્ભે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ અને મહામંત્રી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. અને આ બાબતે તત્કાલ યોગ્ય પગલા લેવા અનુરોધ કરાયો છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક એક શાળામાંથી રાજીનામું આપી બીજી શાળામાં જોડાતા હોય છે આ ઉપરાંત આચાર્ય બનનાર પણ શિક્ષક તરીકે રાજીનામું આપી આચાર્ય તરીકે જોડાતા હોય છે પરંતુ તેમની સેવાઓ તમામ હેતુઓ માટે સળંગ ગણવામાં આવે છે, તેમને અલગથી નાણાં વિભાગ પાસે સેવા જોડાણ કરાવવાનું રહેતું નથી તેમ છતાં તે અંગેનો હુકમ માંગવામાં આવેલ છે જે બિલકુલ ઉચિત નથી. તો આ બાબતે યોગ્ય કરવા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.