For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં નોટિફાઇડ ફોરેસ્ટ વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં કુલ 241.29 ચો.કિ.મીનો નોંધપાત્ર વધારો

12:35 PM Jul 08, 2025 IST | revoi editor
ગુજરાતમાં નોટિફાઇડ ફોરેસ્ટ વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં કુલ 241 29 ચો કિ મીનો નોંધપાત્ર વધારો
Advertisement

ગાંધીનગરઃ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા- FSI 2023ના અહેવાલ મુજબ ગુજરાતમાં નોટિફાઇડ ફોરેસ્ટ વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં કુલ 241.29 ચો.કિ.મીના નોંધપાત્ર વધારા સાથે ગુજરાત આ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે, તેમ વન વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં FSI-2023ના અહેવાલ પ્રમાણે વર્ષ 2021માં ગુજરાતમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર એમ બંને મળીને કુલ ટ્રી કવર 2.80 ટકા હતું, જે વર્ષ 2023માં વધીને 3.38 ટકા થયું હતું. જ્યારે વર્ષ 2021માં રાજ્યનું કુલ ગ્રીન કવર 10.41 ટકા હતું જે વધીને વર્ષ 2023માં 11.03 ટકા થયું છે જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે.

Advertisement

વધુમાં ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ -૨૦૨૩ પ્રમાણે ગુજરાતમાં કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા 21,870 વર્ગ કિ.મી. એટલે કે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 11.14 ટકા છે.જ્યારે ફોરેસ્ટ કવર 15,016 .64 વર્ગ કિ.મી. એટલે કે 7.65 ટકા અને ટ્રી કવર 6632 .29 વર્ગ કિ.મી. એટલે 3.38 ટકા છે. આમ રાજ્યનું કુલ ગ્રીન કવર 21,648.93 વર્ગ કિ.મી.એટલે કે 11.03 ટકા છે.આ ઉપરાંત વર્ષ 2024-25માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં શરૂ થયેલું 'એક પેડ માં કે નામ'અભિયાન અંતર્ગત દેશમાં ઉત્તરપ્રદેશ બાદ બીજા નંબરે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 17.48 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ચાલુ વર્ષ 2025 દરમિયાન 'એક પેડ માં કે નામ' 2.0 અંતર્ગત વૃક્ષ વાવેતરની કામગીરી પ્રગતિમાં છે. આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ વર્ષે 'વિશ્વ પર્યાવરણ દિવસ'ના રોજ 'ગ્રીન અરવલ્લી પ્રોજેક્ટ'નો‌ પણ શુભારંભ કરવામાં આવ્યો છે.‌ગુજરાતમાં સામાજિક વનીકરણ ક્ષેત્રે વનકવચ, હરિત વનપથ, પંચવટી ગ્રામ વાટિકા અને અમૃત સરોવરના ફરતે વાવેતરની યોજનાઓ તેમજ પી.પી.પી મોડેલ હેઠળ સદભાવના ટ્રસ્ટ મારફતે પણ કામગીરી કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં રાજ્યના ટ્રી કવરમાં વધુ વધારો થશે.

1988 મુજબ દેશમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર એટલે કે ગ્રીન કવર કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા હોવું જોઇએ. દેશ અને રાજ્યોના ફોરેસ્ટ કવર અને ટ્રી કવરનું આંકલન પર્યાવરણ, વન અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય અંતર્ગત ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, દહેરાદૂન દ્વારા કરીને દર બે વર્ષે અહેવાલ કરવામાં પ્રસિદ્ધ કરવામાં આવે છે.જે પ્રમાણે દેશમાં કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરીયા 7,75 ,377 વર્ગ કિ.મી.છે,જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 23.59 ટકા છે. જ્યારે ફોરેસ્ટ કવર 7,15,342.61 ૭વર્ગ કિ.મી. એટલે કે 21.76 ટકા અને ટ્રી કવર 1,12,014 .34 વર્ગ કિ.મી.એટલે 3.41 ટકા છે. આમ દેશનું કુલ ગ્રીન કવર 8,27,356 .95 વર્ગ કિ.મી.એટલે કે 25.17 ટકા છે તેમ,અહેવાલમાં જણાવાયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement