For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપ 2025ના ઉદઘાટન સમારોહમાં શ્રેયા ઘોષાલ પરફોર્મ કરશે

01:04 PM Sep 05, 2025 IST | revoi editor
આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપ 2025ના ઉદઘાટન સમારોહમાં શ્રેયા ઘોષાલ પરફોર્મ કરશે
Advertisement

નવી દિલ્હીઃ આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપ 2025નો ભવ્ય આરંભ આ વખતે ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં થવાનો છે. ગુરુવારે આઈસીસીએ માહિતી આપી કે બૉલીવુડની જાણીતી ગાયિકા શ્રેયા ઘોષાલ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં પરફોર્મ કરશે. આ સમારોહ ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારા પ્રથમ મુકાબલા પહેલાં યોજાશે. ખાસ વાત એ છે કે શ્રેયા ઘોષાલે આ વર્લ્ડ કપનું સત્તાવાર ગીત ‘બ્રિંગ ઇટ હોમ’ પણ ગાયું છે.

Advertisement

વર્લ્ડ કપનો પહેલો મુકાબલો 30 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં રમાશે અને ટૂર્નામેન્ટનું સમાપન 2 નવેમ્બરે થશે. આ વખતે કુલ 8 ટીમો ભાગ લેશે. ભારતમાં મુકાબલા ગુવાહાટી, ઈન્દોર, વિશાખાપટ્ટનમ અને મુંબઈમાં થશે, જ્યારે શ્રીલંકામાં મુકાબલો કોલંબોમાં યોજાશે.

આઈસીસીએ ટિકિટ અને મનોરંજન યોજનાઓની પણ જાહેરાત કરી. આ વખતે ટિકિટોના ભાવ ખૂબ જ સસ્તા રાખવામાં આવ્યા છે. ભારતમાં લીગ ચરણના મુકાબલાની ટિકિટની શરૂઆતની કિંમત ફક્ત 100 રૂપિયા રાખવામાં આવી છે. આઈસીસીનું કહેવું છે કે આ પગલું સ્ટેડિયમ ખચાખચ ભરાવવા અને વધુમાં વધુ દર્શકોને મહિલા ક્રિકેટ સાથે જોડવા માટે લેવામાં આવ્યું છે. ટિકિટોનું વેચાણ ગુરુવાર, 4 સપ્ટેમ્બર સાંજે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. જેમાં ગૂગલ પે વપરાશકર્તાઓ માટે ચાર દિવસની ખાસ પ્રિ-સેલ વિન્ડો રાખવામાં આવી છે, જે સોમવાર, 8 સપ્ટેમ્બર સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે.

Advertisement

ટિકિટો tickets.cricketworldcup. com વેબસાઇટ પરથી ખરીદી શકાશે. ગૂગલ પેએ પણ ક્રિકેટ ચાલકોને આ રોમાંચક ક્રિકેટ મહાકૂંભનો ભાગ બનાવવા માટે ખાસ ઑફર અને પ્રી-સેલ ઍક્સેસ આપવાની જાહેરાત કરી છે.

Advertisement
Tags :
Advertisement