લખનૌમાં પરિવારના 5 સભ્યોની હત્યા કરનાર આરોપીનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે
લખનૌઃ નવા વર્ષના પ્રથમ દિવસે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે. આરોપીએ જ પોતાની ચાર બહેનો અને માતાની ઘાતકી હત્યા કરી હતી. હવે આરોપીનો ગુનાની કબુલાત કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે લખનો પોલીસ અને મુખ્યમંત્રી યોગીને ખાસ વિનંતી કરી છે.
આરોપી અસદએ વીડિયોમાં જણાવ્યું છે કે, અસ્સલામ વાલેકુમ, મારુ નામ મોહમ્મદ અસદ છે, આજે બસ્તીવાળાઓને કારણે અમે કંટાળીને હારીથાકીને આજે મજબુરીમાં આવીને સમગ્ર પરિવાર આ પગલુ ભરી રહ્યું છે. આજે પોતાના હાથે બહેનો અને પોતાને માર્યા છે, જ્યારે પોલીસને આ વીડિયો મળ્યો તો જાણી લો કે, આ તમામ માટે જવાબદારી બસ્તીવાળાઓ છે. તે લોકોએ મારુ ઘર પડાવી લેવા માટે અનેક અત્યાચાર ગુજાર્યો છે. અમે અવાજ ઉઠાવ્યો પરંતુ કોઈએ સાંભળ્યો નહીં, 10થી 15 દિવસ અમે ફુટપાથ ઉપર રહ્યાં, ઠંડીમાં ભટક્યાં, અમારુ ઘર સ્થાનિકોએ પડાવી લીધું છે.
લખનૌ હત્યાકાંડના આરોપીએ જણાવ્યું કે, મકાનના દસ્તાવેજ અમારી પાસે છે અને તે અમે મંદિરના નામે કરવા માંગતા હતા, અમે ધર્મપરિવર્તન કરવા માંગતા હતા. પોલીસને વીડિયો મળે તો. લખનૌ પોલીસ અને સીએમ યોગીને વિનંતી છે કે, આવા મુસ્લિમોને છોડતા નહીં, તમે જે કરી રહ્યાં છો તે સારુ કરી રહ્યાં છે. આ મુસ્લિમો તમામ સ્થળ પર જમીન પચાવી રહ્યાં છે અને અમે તેના વિરોધ કાર્યવાહી કરવાની કોશિષ કરી હતી. અમારા મોત માટે મુખ્ય જવાબદાર સમગ્ર બસ્તીવાળા છે.