For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

શોએબ અખ્તર અભિષેક શર્માની જગ્યાએ અભિષેક બચ્ચન બોલતા સોશિયલ મીડિયામાં થયો ભારે ટ્રોલ

02:50 PM Sep 27, 2025 IST | revoi editor
શોએબ અખ્તર અભિષેક શર્માની જગ્યાએ અભિષેક બચ્ચન બોલતા સોશિયલ મીડિયામાં થયો ભારે ટ્રોલ
Advertisement

મુંબઈ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ તાજેતરમાં ભારત સામે હારી ગઈ અને ભારે ટ્રોલિંગનો શિકાર બની હતી. પરંતુ આ વખતે પાકિસ્તાનની વધુ બદનામી ત્યારે થઈ જ્યારે તેમના જ ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર શોએબ અખ્તરે અભિષેક શર્માની જગ્યાએ અભિષેક બચ્ચનનું નામ લીધું. સોશિયલ મીડિયામાં આ વાત ઝડપથી વાયરલ બની ગઈ અને લોકો મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું.

Advertisement

ક્રિકેટ ટોક શો દરમિયાન શોએબ અખ્તર ભારત સામે પાકિસ્તાનની સંભાવનાઓનું વિશ્લેષણ કરી રહ્યા હતા. ત્યારે તેઓ બોલ્યા કે, “જો પાકિસ્તાન કલ્પિત સ્થિતિમાં અભિષેક બચ્ચનને ઝડપથી આઉટ કરી દે, તો મધ્યક્રમ શું કરશે?” આ સાંભળી પેનલના સભ્યોએ તરત જ તેમને સુધાર્યા અને કહ્યું કે, તેઓનો અર્થ અભિષેક શર્મા હતો,  ભારતનો યુવા ઓપનર, જેણે સતત અર્ધશતકો મારીને સૌને પ્રભાવિત કર્યા છે. શોએબનો આ વીડિયો તરત જ સોશિયલ મીડિયા પર ફેલાયો અને લોકો હસતા હસતા લોટપોટ થઈ ગયા હતા.

અભિષેક બચ્ચને પણ સોશિયલ મીડિયા પર આ ક્લિપ શેર કરી પોતાના અંદાજમાં જવાબ આપ્યો કે, “સર, પૂરા માન સાથે કહું છું… મને નથી લાગતું કે તેઓ મને આઉટ કરી શકે! અને હું તો ક્રિકેટ રમવામાં સારો પણ નથી.” અભિષેકના આ ટ્વીટ પછી યુઝર્સે મજાકિયા કોમેન્ટ્સની વણઝાર લગાવી હતી. એકે લખ્યું કે, “તેમને ‘ઘૂમરાઇઝ’ કરી દીધા છે.”  બીજાએ લખ્યું કે, *“દરેક અભિષેક શર્મા હોઈ શકે, પરંતુ દરેક અભિષેક બચ્ચન નહીં.”

Advertisement

ટુર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો 28 સપ્ટેમ્બરે દુબઈમાં રમાવાનો છે. ભારત અત્યાર સુધી અપરાજિત રહીને ફેવરિટ તરીકે મેદાનમાં ઊતરશે. અભિષેક શર્મા અને કુલદીપ યાદવ ભારતના મુખ્ય હીરો રહ્યાં છે. તેમ છતાં, ફિલ્ડિંગમાં ભારતે અત્યાર સુધી 12 કેચ છોડ્યા છે જે ચિંતાનો વિષય છે. બીજી તરફ, પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી છે. તેમની બોલિંગ સાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફની આગેવાની હેઠળ મજબૂત દેખાય છે, પણ મધ્યક્રમની નબળાઈ હજુ પણ પાકિસ્તાન માટે ચિંતાજનક છે.

Advertisement
Tags :
Advertisement