હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

શિવાજી જયંતિ: શિવાજી મહારાજ હિંમત અને લડાયક કુશળતા માટે હતા જાણીતા

12:25 PM Feb 19, 2025 IST | revoi editor
Advertisement

9 ફેબ્રુઆરીએ શિવાજી મહારાજની જન્મ જંયતિ ઉજવાયા છે. છત્રપતિ શિવાજી મહારાજની જયંતીની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફુલેએ 1870માં કરી હતી. મહાત્મા જ્યોતિરાવ ફુલેએ રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી, જે પુણેથી લગભગ 100 કિમી દૂર છે. શિવાજી જયંતિ દર વર્ષે ભારતીય સૂર્ય 30 માઘ અથવા ગ્રેગોરિયન 19 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. શિવાજી મહારાજનો જન્મ ભારતીય સૌર માઘ 30, 1551 ગ્રેગોરિયન ફેબ્રુઆરી 19, 1630 ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. શિવાજી મહારાજને સૌથી મહાન મરાઠા શાસક તરીકે ગણવામાં આવે છે, જેમણે બીજાપુરની ક્ષીણ થતી આદિલશાહી સલ્તનતમાંથી મરાઠા સામ્રાજ્યની શરૂઆત કરી હતી.

Advertisement

16 વર્ષની નાની ઉંમરે, શિવાજીએ તોરણા કિલ્લા પર કબજો કર્યો અને 17 વર્ષની ઉંમરે રાયગઢ અને કોંડાના કિલ્લાઓ પર કબજો કરી લીધો. શિવાજી મહારાજનું નામ શિવાજી ભોંસલે હતું અને તેઓ ભોંસલે મરાઠા કુળના સભ્ય હતા. શિવાજી મહારાજે તે સમયમાં પ્રચલિત પર્શિયન ભાષાનો ઉપયોગ કરવાને બદલે કોર્ટ અને વહીવટમાં મરાઠી અને સંસ્કૃતના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું.

શિવાજી મહારાજ બાળપણમાં રમતા-રમતા કિલ્લો જીતવાનું શીખ્યા હતા બાળપણમાં શિવાજી પોતાની આયુના બાળકને એકત્ર કરી તેમના નેતા બનીને યુદ્ધ કરવા અને કિલ્લા જીતવવની રમત રમતા હતા. યુવાવસ્થામાં આવતા જ તેમની રમત વાસ્તવિક કર્મ બનીને શત્રુઓ પર આક્રમણ કરી તેમની કિલ્લા વગેરે પણ જીતવા લાગ્યા.

Advertisement

જેવા જ શિવાજીએ પુરંદર અને તોરણ જેવા કિલ્લા પર પોતાનો અધિકાર જમાવ્યો એમ જ તેમના નામ અને કર્મની સમગ્ર દક્ષિણમાં ધૂમ મચી ગઈ. આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને દિલ્હી સુધી પહોંચ્યા. અત્યાચારી પ્રકારના તુર્ક, યવન અને તેમના સહાયક બધા શાસક તેમનુ નામ સાંભળીને જ ભયના માર્યા ચિંતામાં પડી જતા હતા.

હિન્દુ પદ પાદશાહીના સંસ્થાપક શિવાજીના ગુરૂ રામદાસજીનું નામ ભારતના સાધુ સંતો અને વિદ્વત સમાજમાં સુવિખ્યા છે. તેમને દાસબોધ નામના એક ગ્રંથની રચના પણ કરી હતી. જે મરાઠી ભાષામાં છે. સંપૂર્ણ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેમણે 1100 મઠ અને અખાડા સ્થાપિત કરી સ્વરાજ્ય સ્થાપના માટે જનતાને તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો. તેમને અખાડાની સ્થાપનાનું શ્રેય જાય છે. તેથી તેમને ભગવાન હનુમાનજીનો અવતાર માનવામાં આવ્યો. જ્યારે કે તેઓ હનુમાનજીના પરમ ભક્ત હતા. શિવાજી પોતાના ગુરૂ પાસેથી પ્રેરણા લઈને જ કોઈ કાર્ય કરતા હતા. છત્રપતિ શિવાજીને મહાન શિવાજી બનાવવામાં રામદાસજીનુ ખૂબ મોટુ યોગદાન હતું.

શિવાજીના વધતા પ્રતાપથી આતંકિત બીજાપુરના શાસક આદિલ શાહ જ્યારે શિવાજીને બંદી ન બનાવી શક્યા તો તેમને શિવાજીના પિતા શાહજીની ધરપકડ કરી. જાણ થતા જ શિવાજી ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. તેમણે નીતિ અને સાહસની મદદ લઈને છાપો મારી જલ્દી પોતાના પિતાને આ કેદમાંથી આઝાદ કરાવ્યા. ત્યારે વીઝાપુરના શાસકે શિવાજીને જીવિત અથવા મરેલા પકડીને લાવવાનો આદેશ આપીને પોતના મક્કાર સેનાપતિ અફઝલ ખાં ને મોકલ્યો. તેણે ભાઈચારો અને મેળાપનુ ખોટુ નાટક રચીને શિવાજીને પોતાના ગળે ભેટવા દરમિયાન મારવાનો પ્લાન બનાવ્યો. પણ સમજદાર શિવાજીના હાથમા છુપાયેલી બઘનખેનો શિકાર થઈને તે ખુદ માર્યો ગયો.

શિવાજીની વધતી શક્તિથી ચિંતિત થઈને મુગલ બાદશાહ ઔરંગઝેબે દક્ષિણમાં નિયુક્ત પોતાના સૂબેદારને તેમના પર ચઢાઈ કરવાનો આદેશ આપ્યો. પણ સૂબેદાર ઊંધા મોડે પડ્યો. શિવાજી સાથે લડાઈ દરમિયાન તેના પોતાનો પુત્ર ગુમાવી દીધો અને ખુદ તેની આંગળીઓ કપાઈ ગઈ. તેને મેદાન છોડીને ભાગવુ પડ્યુ. આ ઘટના પછી ઔરંગઝેબે પોતાના સૌથી પ્રભાવશાળી સેનાપતિ મિર્જા રાજા જયસિંહના નેતૃત્વમાં લગભગ 100000 સૈનિકોની ફૌજ મોકલી.

શિવાજીને કચડવા માટે રાજા જયસિંહએ વીજાપુરના સુલ્તાનથી સંધિ કરી પુરંદરના કિલ્લાના અધિકારમાં કરવાની યોજનાના પ્રથમ ચરણમાં 24 એપ્રિલ 1665 ઈ. ના વ્રજગઢના કિલ્લા પર અધિકાર કરી લીધો. કિલ્લાની રક્ષા કરતા શિવાજીનો અત્યંત વીર સેનાનાયક મુરારજી બાજી માર્યો ગયો. કિલ્લાને બચાવી શકવામાં અસમર્થ જાણીને શિવાજીએ જયસિંહ સાથે સંધિની રજૂઆત કરી અને 22 જૂન 1665 ઈ. કો પુરંદરની સંધિ સંપન્ન થઈ.

શિવાજીની પૂર્વી સીમા ઉત્તરમાં બાગલનાને અડતી હતી અને ફરી દક્ષિણની તરફ નાસિક અને પૂના જીલ્લા વચ્ચેથી થતી એક અનિશ્ચિત સીમા રેખાની સાથે સમસ્ત સતારા અને કોલ્હાપુર જીલ્લાના મોટાભાગના ભાગને પોતાની અંદર સમાવી લેતા હતા. પશ્ચિમી કર્ણાટકના ક્ષેત્ર પછી સમ્મિલિત થયા. સ્વરાજનું આ ક્ષેત્ર 3 મુખ્ય ભાગમાં વિભાજીત હતો. પૂનાથી લઈને સલ્હર સુધીનુ ક્ષેત્ર કોંકણનુ ક્ષેત્ર, જેમા ઉત્તરી કોંકણ પણ સમ્મિલિત હતો. પેશવા મોરોપંત પિંગલેના નિયંત્રણમાં હતો.

ઉત્તરી કનારા સુધી દક્ષિણી કોંકણનુ ક્ષેત્ર અન્નાજી દત્તાને અધીન હતો. દક્ષિણ દેશના જિલ્લામાં સતારાથી લઈને ધારવાડ અને કોફાલનું ક્ષેત્ર હતો. દક્ષિણી પૂર્વી ક્ષેત્રના અંતર્ગત આવતા હતા અને દત્તાજી પંતના નિયંત્રણમાં હતો. આ 3 સૂબોનુ પુન: પરગનો અને તાલુકામાં વિભાજીત કરવામાં આવ્યુ હતુ. પરગનાના હેઠળ તરફ અને મોજા આવતા હતા.

શિવાજીની પાસે 250 કિલ્લા હતા. શિવાજીએ અનેક દુર્ઘ પર અધિકાર મેળવ્યો હતો જેમાથી એક હતો. સિંહગઢ દુર્ઘ, જેને જીતવા માટે તેમણે તાનાજીને મોકલ્યો હતો. આ દુર્ઘને જીતવા દરમિયાન તાનાજી વીરગતિ પામ્યા હતા. તે વખતે આ કહેવત પડી હતી કે, ગઢ આલા પણ સિંહ ગેલા. છત્રપતિ શિવાજીએ જ ભારતમાં પહેલીવાર ગુરિલ્લા યુદ્ધનો આરંભ કર્યો હતો. તેમની આ યુદ્ધ નીતિથી પ્રેરિત થઈને જ વિયતનામિયોએ અમેરિકાથી જંગ જીતી લીધી હતી. આ યુદ્ધનો ઉલ્લેખ એ કાળમાં રચિત શિવ સૂત્રમાં મળે છે. ગુરિલ્લા યુદ્ધ એક પ્રકારનો છાપામાર યુદ્ધ છે. મોટાભાગે છાપામાર યુદ્ધ અર્ધસૈનિકોની ટુકડીયો અથવા અનિયમિત સૈનિકો દ્વારા શત્રુ સેનાની પાછળ કે પાર્શ્વમાં આક્રમણ કરીને લડવામાં આવે છે.

મહારાષ્ટ્રના ઉસ્મનાબાદ જિલ્લામાં સ્થિત છે તુળજાપુર એક એવું સ્થાન જ્યાં છત્રપતિ શિવાજીની કુળદેવીમાં તુળજા ભવાની સ્થાપિત છે. જે આજે પણ મહારાષ્ટ્ર એ અન્ય રાજ્યોના અનેક નિવાસીઓની કુળદેવીના રૂપમાં પ્રચલિત છે. વીર છત્રપતિ શિવાજી મહારાજની કુળદેવીમાં તુળજા ભવાની છે. શિવાજી મહારાજ તેમની જ ઉપાસના કરતા હતા. માન્યતા છે કે શિવાજીને ખુદ દેવી માં એ પ્રકટ થઈને તલવાર આપી હતી. હાલ આ તલવાર લંડનનાં સંગ્રહાલયમાં રાખેલી છે. છત્રપતિ શિવાજી મહારાજના લગ્ન સન 14 મે 1640માં સહબાઈ નિમ્બાલકર સાથે લાલ મહલ, પૂના(હવે પુણે) માં થયા હતા. એમના પુત્રનુ નામ સંભાજી હતું. સંભાજી શિવાજીના જયેષ્ઠ પુત્ર અને ઉત્તરાધિકારી હતા. જેમને 1680થી 1689 ઈ. સુધી રાજ કર્યું.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiChhatrapati Shivaji MaharajcourageFamousfighting skillsGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSHIVAJI JAYANTITaja Samacharviral news
Advertisement
Next Article