For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

માંડવીથી દૂબઈ જતું જહાજ સોમાલિયા નજીક આગમાં ભસ્મિભૂત, 16 ખલાસીઓનો બચાવ

05:26 PM Oct 30, 2025 IST | Vinayak Barot
માંડવીથી દૂબઈ જતું જહાજ સોમાલિયા નજીક આગમાં ભસ્મિભૂત  16 ખલાસીઓનો બચાવ
Advertisement
  • જહાજના એન્ડિનમાં ટર્બો ફાટવાને લીધે આગ ફાટી નિકળી હતી,
  • જીવ બચાવવા ખલાસીઓ દરિયામાં કૂદી ગયા,
  • સ્થાનિક કોસ્ટ ગાર્ડે તમામ ખલાસીઓને બચાવી લીધા

ભૂજઃ માંડવીનું એક જહાજ દૂબઈ જઈ રહ્યુ હતું ત્યારે સોમાલિયા પાસે મધ દરિયે જહાજમાં આગ લાગતા જહાજ ભસ્મીભૂત થઈ ગયું હતુ. સદભાગ્યે, જહાજ પર સવાર તમામ 16 ખલાસીઓનો  બચાવ થયો હતો, પરંતુ કરોડો રૂપિયાની કિંમતનું જહાજ દરિયામાં બળીને ખાક થઈ જતાં મોટું નુકસાન થયું છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, માંડવીની હાજી એન્ડ સન્સ પેઢીનું 'ફઝલે રબ્બી વહાણ' (નંબર એમ.એસ.વી. 2192) સોમાલિયાના કિસ્માયુ બંદરેથી દુબઈ જવા રવાના થયું હતું. પોર્ટથી આઠ નોટિકલ માઈલ દૂર પહોંચતા જ જહાજના એન્જિનમાં ટર્બો ફાટવાને કારણે અચાનક આગ લાગી હતી. આગ ઝડપથી આખા જહાજમાં ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં, જહાજ પર હાજર તમામ 16 ખલાસીઓએ પોતાનો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા. સ્થાનિક કોસ્ટગાર્ડ અને તે જ પેઢીના અન્ય એક જહાજ 'અલ ફઝલ' (એમ.એન.વી. 2031)ની મદદથી તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. બચાવી લેવાયેલા તમામ ખલાસીઓ માંડવી તાલુકાના રહેવાસી છે અને તેમને જહાજ મારફતે માંડવી લાવવામાં આવી રહ્યા છે. આ ખલાસીઓમાં ટંડેલ રજબઅલી હુસેન આગરિયા અને ક્રૂ મેમ્બરોમાં અબ્દુલ મજીદ નોડે, આરીફ ઇસ્માઇલ કટિયાર, ફિરોઝ હનીફ સોઢા, કિશોરચંદ્ર ગોવિંદ ખાડઈવાલા, મહમદ અમીન યુનુસ થેમ, મજીદ રઝાદ સિદી, મામદ અબ્દુલ ભટ્ટી, મામદ સુલેમાન લુહાર, મુસ્તાક અબ્દુલસતાર સમા, સલીમ આદમ આગરિયા, સમીર ઇલિયાસ ભોલીમ, શૌક્તહુસેન કાસમ જુસબાણી, સાહીદ હારુન રૂમી, શકીલઅહમદ અ. મજીદ અને કયૂમ નૂરમામદભાઈ પંજાબીનો સમાવેશ થાય છે. આ ઘટનાથી માંડવીના જહાજ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement