હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

શિલ્પા શેટ્ટી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં રેસ્ટોરાં ખોલશે

02:28 PM Nov 11, 2025 IST | revoi editor
business gujarat
Advertisement

ગાંધીનગર, 11 નવેમ્બર, 2025:  Shilpa Shetty restaurant in Gandhinagar GIFT City. ગાંધીનગર ગિફ્ટ સિટી  દેશ અને દુનિયાના બિઝનેસ માંધાતાઓને સતત આકર્ષી રહ્યું છે. ગુજરાતના પ્રથમ સ્માર્ટ સિટી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલા ગિફ્ટ સિટીમાં હવે ગ્લેમરનો ઉમેરો થવાનો છે. સુપ્રસિદ્ધ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ હવે ગિફ્ટ સિટીમાં બિઝનેસ કરવા આતુર છે. શિલ્પા શેટ્ટીની ભાગીદારીમાં ચાલતા F&B ગ્રુપે તેની જાણીતી રેસ્ટોરાં બ્રાન્ડ બાસ્ટિયન સાથે ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે.

Advertisement

મીડિયા અહેવાલો અનુસાર બાસ્ટિયન રિપબ્લિક ફૂડ ઝોનનું સંચાલન કરશે. આ સ્થળે પ્લાઝા, ઇવેન્ટ એરિયા, જોગિંગ અને સાયકલિંગ ટ્રેક અને વાઇબ્રન્ટ સોશિયલ સ્પેસનો સમાવેશ થાય છે. ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ સંજય કૌલે આ અંગે જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીમાં બાસ્ટિયનનો પ્રવેશ અમારા માટે ઉત્સાહજનક બની રહેશે. બાસ્ટિયનની હાજરી ગિફ્ટ સિટીની જીવનશૈલીમાં નવું પરિમાણ લાવશે. આ નવા પ્રારંભનો લાભ વ્યાવસાયિકો, રહેવાસીઓ અને મુલાકાતીઓને મળશે.”

બાસ્ટિયન હોસ્પિટાલિટીના સીઈઓ અને સ્થાપક રણજિત બિન્દ્રાએ જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટી ભારતના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે અહીં બાસ્ટિયનની હાજરી હોય એ આવશ્યક છે.

Advertisement

પ્રાપ્ત અહેવાલ મુજબ સેન્ટ્રલ પાર્ક પ્રોજેક્ટ ઉપરાંત બાસ્ટિયન અન્ય એક આઉટલેટ સ્થાપવા માટે પણ ગિફ્ટ સિટીના ડેવલપર્સ સાથે પણ વાતચીત કરી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં સામાજિક સુવિધાઓનો વિસ્તાર થયો છે. અહીં હવે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ, ફાઇવ-સ્ટાર હોટેલ, ગિફ્ટ સિટી ક્લબ અને અમદાવાદ અને ગાંધીનગર સાથે મેટ્રો કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
business in GujaratGandhinagar Gift CityRestaurantShilpa Shetty
Advertisement
Next Article