બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીનો ખુની સફાયો, 400 કાર્યકરોની હત્યાનો દાવો
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ચાલુ વર્ષે 5મી ઓગસ્ટના રોજ દેશ છોડીને ભાગવુ પડ્યું હતું. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનની આડમાં કટ્ટરપંથીઓએ તખ્તાપલટ કર્યો હતો અને આ દરમિયાન ભીષણ હિંસા ફાટી નીકળી હતી. જે હજુ સુધી અટકી નથી. પરંતુ રાજનીતિક કાર્યકર્તાઓ ઉપર હુમલા થઈ રહ્યાં છે. આ દરમિયાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના દાવો છે કે, તેમના 400 જેટલા કાર્યકરોના મોત થયાં છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે, આ વર્ષના જુલાઈથી અત્યાર સુધીમાં 400 લોકોની હત્યા કટ્ટરપંથીઓએ હત્યા કરી છે જેના પગલે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનો દોર શરૂ થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર જમાત-એ-ઈસ્લામી અને અન્ય કટ્ટરપંથી સંગઠનોએ તેમની હત્યા કરી છે.
અવામી લીગના સભ્યોનુ કહેવું છે કે, તેમના વધારે લોકોની હત્યા જમાત-એ-ઈસ્લીમીના લોકોએ કરાવી છે, અવામી લીગનું કહેવું છેકે, જમાત-એ-ઈસ્લામીની વિદ્યાર્થી પાંખ છાત્ર શિબિરએ આ હત્યાઓને અંજામ આપ્યો છે. શેખ હસીનાની પાર્ટીએ તાજેતરમાં જ એક લિસ્ટ જાહેર કરી હતી, જેમાં 394 વ્યક્તિઓના નામ બતાવાયા છે. અવામી લીગનું કહેવું છે, આ લોકોની હત્યા જુલાઈથી અત્યાર સુધીમાં થઈ છે. આ આંકડો પ્રારંભીક છે. આગામી દિવસોમાં વધુ એક લિસ્ટ જાહેર કરવામાં આવશે, જેમાં આંકડો વધવાની શકયતા છે.
શેખ હસીના હાલ ભારતમાં આશરો લઈ રહ્યાં છે. અહીં જ તેમણે અવામી લીગના એક કાર્યક્રમને ઓનલાઈન સંબોધન કર્યું હતું. જેનું આયોજન અમેરિકામાં થયું હતું. આ દરમિયાન શેખ હસીનાએ બાંગ્લાદેશની વચગાળાની મોહન યુનુસ સરકાર ઉપર હિન્દુઓ અને ઈસાઈઓની હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ તમામ હત્યાઓના માસ્ટમાઈન્ટ મોહમ્મદ યુનુસ છે. હાલ બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય નથી. બીજી તરફ બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણદાસ હાલ રાજદ્રોહના ગુના હેઠળ જેલમાં છે.