For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

શાહબાઝ શરીફની ફરી ધમકી, કહ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ખતરનાક વળાંક લઈ શકે છે

04:37 PM May 24, 2025 IST | revoi editor
શાહબાઝ શરીફની ફરી ધમકી  કહ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ખતરનાક વળાંક લઈ શકે છે
Advertisement

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે (22 મે, ૨૦૨૫) પહેલગામ આતંકવાદી હુમલાને "દુર્ભાગ્યપૂર્ણ" ગણાવ્યો અને કહ્યું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ "ખૂબ જ ખતરનાક વળાંક" લઈ શકી હોત. ભારતે 6 મે, 2025 ના રોજ મોડી રાત્રે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી માળખાઓનો નાશ કર્યો.

Advertisement

ભારતની કાર્યવાહી બાદ, પાકિસ્તાને 8, 9 અને 10 મેના રોજ ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. આ પછી, ભારતીય સેનાએ પાકિસ્તાની લશ્કરી મથકો સામે વળતો હુમલો કર્યો. બંને પક્ષો વચ્ચે ચાર દિવસના સંઘર્ષ પછી, 10 મેના રોજ લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે એક કરાર થયો.

'પરિસ્થિતિ ખતરનાક વળાંક લઈ શકી હોત'
"પહલગામની ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી પરંતુ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ગમે ત્યારે ખૂબ જ ખતરનાક વળાંક લઈ શકે છે," શાહબાઝે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના મુઝફ્ફરાબાદમાં એક કાર્યક્રમમાં કહ્યું. આ કાર્યક્રમમાં, તેમણે લશ્કરી સંઘર્ષ દરમિયાન માર્યા ગયેલા નાગરિકોના પરિવારોને અને ઘાયલોને વળતરના ચેકનું વિતરણ કર્યું.

Advertisement

શાહબાઝે દાવો કર્યો હતો કે પાકિસ્તાને હુમલાની નિષ્પક્ષ તપાસની ઓફર કરી હતી, પરંતુ ભારતે આ ઓફરને નકારી કાઢી હતી. તેમણે કહ્યું, "પાકિસ્તાન પહેલગામ ઘટનાની આંતરરાષ્ટ્રીય તપાસ માટે તૈયાર હતું, પરંતુ તે માટે સંમત થવાને બદલે, ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો, જેનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો."

અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા
શાહબાઝે દાવો કર્યો હતો કે પાકિસ્તાને 1971ના યુદ્ધમાં પોતાની હારનો બદલો લઈ લીધો છે. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધના પરિણામે પાકિસ્તાનનું વિભાજન થયું અને એક નવા દેશ, બાંગ્લાદેશની રચના થઈ, જે અગાઉ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું. પ્રધાનમંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ ફક્ત લશ્કરી મથકોને જ નિશાન બનાવ્યા હતા.

એક દિવસ પહેલા જ, શાહબાઝ શરીફે આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ તરીકે બઢતી આપવાનો નિર્ણય લીધો હતો. જનરલ મુનીરને બઢતી આપવાનો નિર્ણય વડા પ્રધાન શાહબાઝની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. જનરલ અયુબ ખાન પછી મુનીર પાકિસ્તાનમાં સર્વોચ્ચ લશ્કરી હોદ્દા પર બઢતી મેળવનારા પ્રથમ આર્મી જનરલ છે. જનરલ ખાનને 1959માં ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement