ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવનને અસર
04:13 PM Jan 04, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ ઉત્તર ભારતના કેટલાક ભાગમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે. આજે સવારે ગાઢ ધુમ્મસ છવાતા અનેક વિસ્તારમાં દ્રશ્યતા એટલે કે, વિઝિબલિટી શૂન્ય સુધી પહોંચતા હવાઈ અને રેલવે વ્યવહારને અસર થઈ છે. ઇન્દિરા ગાંધી આંતર-રાષ્ટ્રીય હવાઈ મથક પર ઓછી દ્રશ્યતાના કારણે અનેક ફ્લાઈટ મોડી હોવાના સમાચાર છે.
Advertisement
આ તરફ દિલ્હી આવતી માલવા, ફરક્કા, પદ્માવત, શ્રંજીવી, અહેમદાબાદ રાજધાની, તમિલનાડુ અને ગોંડવાના એક્સપ્રેસ જેવી 49 ટ્રેન ચાર કલાક મોડી ચાલી રહી છે, હવામાન વિભાગે આગામી 2 દિવસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેરની સ્થિતિ યથાવત્ રહેવાની આગાહી કરી છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં તેમજ ઉત્તરપ્રદેશના કેટલાક ભાગમાં રાત્રે અને સવારે ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે.
Advertisement
Advertisement