For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાન સાથેના તણાવને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક ડોમેસ્ટીક ફ્લાઈટો 10મી મે સુધી રદ કરાઈ

01:07 PM May 09, 2025 IST | revoi editor
પાકિસ્તાન સાથેના તણાવને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક ડોમેસ્ટીક ફ્લાઈટો 10મી મે સુધી રદ કરાઈ
Advertisement

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા ભારતમાં ડ્રોન અને મિસાઈલથી હુમલા કરવામાં આવી રહ્યાં છે. જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદી રાજ્યોના કેટલાક શહેરોની હવાઈ સેવાને 10મે સુધી રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે.

Advertisement

સુત્રોના જણાવ્યા અનુસાર શ્રીનગર, જમ્મુ, લેહ, ચંદીગઢ, બીકાનેર, જોધપુર, ધર્મશાળા અને કિશનગઢ સહિતના શહેરોને જોડતી હવાઈ સેવાને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત દેશના મોટાભાગના એરપોર્ટ ઉપર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઉપર મુસાફરોની ચેકીંગ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ પણ કરવામાં આવી રહી છે.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે આતંકવાદ અને આતંકવાદને સમર્થન આપનારાઓને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. જે અનુસંધાને પાકિસ્તાનમાં ધમધમતા અનેક આતંકવાદી અડ્ડાઓ ઉપર ભારતીય સેનાઓ દ્વારા હુમલા કરવામાં આવ્યાં છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા પણ ભારતીય સરહદી રાજ્યો ઉપર મિલાઈલ અને ડ્રોન વડે હુમલાના પ્રવાસ કરવામાં આવી રહ્યાં છે. જો કે, ભારતીય સુરક્ષાદળો તેને નષ્ટ કરવામાં સફળ રહ્યાં છે. આ ઉપરાંત એસઓસી ઉપર પણ પાકિસ્તાની સેના દ્વારા સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, જેનો ભારતીય જવાનો જવાબ આપી રહ્યાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement